મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આજે ઘણી એવી કરન્સીઓ છે જે થોડા સમયમાં તમને અનેકગણી કમાણી કરી આપે છે. તેવી જ એક કરન્સી એટલે બીટ કોઈન કે જેને તમે ડીજીટલ કરન્સી કહી શકો. આજે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ બીટ  કોઈન જેવી ક્રીપ્ટો કરન્સીને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે. તેમને ચોખવટ કરતા કહ્યું કે, સરકાર ક્રીપ્ટો ક્ર્ન્સીઓને ભારતમાં માન્યતા નહિ આપે. તેના પહેલા પણ સરકાર લોકોને બીટ કોઈનમાં પૈસા લગાવવા બાબતે ચેતવતી રહી છે. સરકારે બીટ કોઈનની તુલના પોન્ઝી સ્કીમ સાથે પણ કરી હતી. બજેટમાં બીટ કોઈન જેવી કરન્સીને ભારતમાં ગેરકાયદેસર ચલણચલણ તરીકે ગણાવી હતી.       

રોકાણકારોને ચેતવતા સરકારે કહ્યું હતું કે, આ પોન્ઝી સ્કીમોની જેમ હોય છે જેમાં ભોળા રોકાણકારો છેતરાય છે. તેમાં એવા રોકાણકારો જે અડસટ્ટે રોકાણ કરતા હોય છે તેવાઓ માટે આ રોકાણો જોખમી હોવાથી તેમાં નુકસાનનો ભય પણ એટલો જ રહેલો છે.