મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ પાસે આવેલ ભાદર કાંઠા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોય ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એએસપીએ દરોડો પારડી 8 ટ્રેક્ટર, એક જેસીબી, એક હુડકું અને 13 જેટલા શખ્સોને અટક કરતાં રેતી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કન્સ્ટ્રક્શન લાઈનમાં ભાદરકાંઠાની રેતીનું ખૂબ જ મહત્વ હોય જેના કારણે આ કાળી રેતીની માંગ પણ વધુ રહેતી હોય રેતી ખનીજ વાકયા બેખોફ બની રેતી ચોરી કરી રહ્યા હોય આજરોજ સવારના સુમારે ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એ.એસ.પી અમિત વસાવાએ સુલતાનપુર પાસે ભાદર નદી કાંઠે દરોડા પાડી 8 ટ્રેક્ટર એક જેસીબી મશીન તેમજ એક હુડકું સાથે 13 શખ્સોની અટક કરતાં ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ દરોડા કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસ પણ સાથે રહી હતી.પોલીસે તમામ વાહનો તથા સાધનો મળીને કુલ રૂ. ૨૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ નો વ્યાપ ખૂબ જ મોટો હોય સુલતાનપૂર થી લઇ શિવરાજગઢ સુધી અનેક જગ્યાઓએ રેતી માફિયાઓ પોતાનો અડીંગો જમાવી બેઠા હોય પ્રોબેશનલ એએસપી દ્વારા દરોડાનો દોર શરૂ રાખી દરેક જગ્યાએથી રેતી અને વોરા કોટડા નજીક થઇ રહેલી કાળા પથ્થરોની ખનીજ ચોરી અટકાવવામા આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.