મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ગુરુવારે દેશમાં વીવીઆઈપી કલ્ચરને તેનો ખરો ચહરો દર્શાવતા એક નિર્ણયમાં પીએમ મોદીની વ્યસ્તતાને કારણે અટકી પડેલા ગાજિયાબાદને હરિયાણાના પલવલથી જોડનાર ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેના સમય પર ઉદ્ઘાટનનો નિર્ણય કરી દીધો છે.

સુપ્રિમ કોર્ટે આ મામલે સુનાવણી પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ને આદેશ આપ્યો છે કે પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવા માટે રાહ જોવાની જરૂર નથી અને આ વર્ષે જુન સુધીમાં તેને ખુલ્લો મુકી દેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ-વેને ખુલવાથી દિલ્હી પર ટ્રાફીકનો બોઝો ઘટી જશે દિલ્હી થઈને હરિયાણા જનારી ગાડીઓ આ એક્સપ્રેસ વેથી બહારથી જ નિકળી જશે.

સુપ્રીમ કોરેટે આ સંબંધે યાચિકા પર સુનાવણી કરતા કહ્યું કે, જો પ્રધાનમંત્રી પાસે ઉદ્ઘાટનનો સમય નથી અને 31 મે સુધી ઉદ્ઘાટન નથી થઈ રહ્યું તો જુનમાં તેને આપ પબ્લીક માટે ખુલ્લો મુકી દો. ઉલ્લેખનીય છે કે હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન મોદીનું શિડ્યૂલ ઘણું જ વ્યસ્ત છે.

ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે એટલા માટે બનાવવામાં આવ્યો છે કે યુપીથી હરિયાણા થતાં આવનાર-જનાર વાહનોને દિલ્હીમાં પ્રવેશ કરવો જ ન પડે. હાલ આ તમામ વાહનો દિલ્હી થઈને જાય છે. જેના કારણે દિલ્હી પર ટ્રાફીકનું ભારણ વધી જાય છ.

ઉલ્લેખનીય છે કે આ હાઈવેને તૈયાર કરવામાં એનએચએઆઈએ ઘણી મહેનત કરી છે અને તેને સજાવવા પર પણ ઘણું કામ કર્યું છે. એનએચએઆઈએ આ રોડ પર ઈન્ટરચેંજ પોઈન્ટ્સ અને પુલો પર 28 રંગીન ફાઉંટેન લગાવ્યા છે સાથે જ ઐતિહાસિક મહત્વની ઈમારતોને રેપ્લિકા લગાવાઈ છે. એક્સપ્રેસ-વેના કિનારા પર ફેન્સિંગ કરવામાં આવી છે જેથી કોઈ જાનવર તેના પર ચઢી ન શકે. આ રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી ચાલી રહી છે.