મેરાન્યૂઝ નેટવર્ક, વૉશિંગ્ટન: વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-1 અવકાશયાનનાં આંકડાઓના આધાર ચંદ્ર પર ધ્રુવીય વિસ્તારોના સૌથી અંધારા અને ઠંડા સ્થાનો પર બરફ હોવાની વાતને સમર્થન મળ્યુ છે. નાસાએ મંગળવારે આ માહિતી આપી. ભારતે દસ વર્ષ પહેલા આ અવકાશયાનનું પ્રક્ષેપણ કર્યું હતું.

ચંદ્રની સપાટી પર મોટા પ્રમાણમાં બરફ હોવાના સંકેતથી ભવિષ્યના અભિયાનો અને ત્યા રહેવાની શક્યતાઓ તરફ એક આશાનું કિરણ દેખાયુ છે. પીએનએએસ (PNAS) જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે બરફ વિખેરાયેલી હાલતમાં છે. દક્ષિણ ધ્રુવ પર મોટાભાગે બરફ લૂનાર ક્રેટર્સની પાસે જામેલો છે. ઉત્તર ધ્રુવ પર બરફ મોટા પ્રમાણમાં છે પણ વિખાયેલો છે. વૈજ્ઞાનિકોએ નાસાના મૂન મિનરેલોજી મેપર (M3) પ્રાપ્ત આંકડાઓના ઉપયોગ કરી એ દર્શાવવામાં આવ્યુ છે કે ચંદ્રની સપાટી પર જળ હિમ છે. ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા 2008માં પ્રક્ષેપિત કરવામાં આવેલા ચંદ્રયાણ-1 અવકાશયાન સાથે M3 મોકલવામાં આવ્યુ હતુ.

ચંદ્ર પર મળેલ બરફ એવી જગ્યાએ મળ્યો છે જ્યા સૂર્યનો પ્રકાશ ક્યારેય નથી પહોંચી શક્યો. ચંદ્રના આ ભાગનુ તાપમાન માઇનસ 156 ડિગ્રી સેલ્સિયસથી ક્યારે વધ્યુ નથી એટલે કે ત્યા હાડ થીજી જાય તેના કરતા પણ વધુ ઠંડી છે.  બરફ રૂપે રહેલો પાણીનો સ્ત્રોત ભવિષ્યમાં માનવ વસાહત માટે ઉપયોગી થઇ શકે છે.