મેરાન્યૂઝ નેટવર્ક નવી દિલ્હી: ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ક્રિકેટ સિવાયની ‘ગેમ’ રમતા ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. આઈસીસીના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર આસારામના ચુકાદા પછી તેને લઈને ટ્વીટ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આઈસીસીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આસારામનો એક જુનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, નારાયણ... નારાયણ..!

જો કે, આ પછી થોડી વારમાં જ આ ટ્વિટ દુર કરી દઈને આ માટે માફી માગતી ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં ઘણા બધા યુજર્સ દ્વારા આઈસીસીના ટ્વિટને સ્ક્રીન શોટ કરવા સાથે ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દુષ્કર્મી આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી તેની થોડીવારમાં જ આઈસીસીએ વડાપ્રધાન બન્યા પહેલાનો નરેન્દ્ર મોદી અને આસારામનો જુનો વીડિયો શેર કર્યો હતો. આજે કોર્ટના ચુકાદા પછી આઈસીસી દ્વારા ટ્વિટર હેન્ડલથી મુકાયેલ આ ટ્વિટરમાં વીડિયો વાયરલ કરાયો હતો. જેમાં કોંગ્રેસ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. આઈસીસીએ આ ભૂલ માટે માફી માંગતા લખ્યું છે કે, આજે નોન ક્રિકેટ ટ્વીટ પેજ પર થવાથી અમે નિરાશ છીએ. અમે સૌ લોકો પાસેથી ઈમાનદારીપૂર્વક માફી માંગીએ છીએ. આ વીડિયો ટવીટ અંગે અમે તપાસ કરાવીશું કે, આ કેવી રીતે થયું..?કારણ કે, આઈસીસીના ટ્વિટર હેન્ડલ ઉપર માત્ર ક્રિકેટ સંબંધિત ટ્વિટ જ કરવામાં આવે છે.