મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભા ચૂંટણી યોજાવાની અંદાજે એક વર્ષ જેટલો સમય રહ્યો છે ત્યારે સિટિંગ સંસદ સભ્યો સહિત સંભવિત ઉમેદવારોએ પોતાના ચૂંટણી લડવાની ઇચ્છાઓ પ્રગટ કરવાની શરુઆત કરી દીધી છે. જેમાં આજે પાટણથી ભાજપના સંસદ સભ્ય લીલાધર વાઘેલા મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતું કે આગામી લોકસભા ચૂંટણી હું બનાસકાંઠી જ લડીશ અને આ બેઠક હરીભાઇ ચૌધરીએ મારા માટે ખાલી કરવી પડશે.

પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપના સંસદ સભ્ય લીલાધર વાઘેલા કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી હુ બનાસકાંઠા લડીંશ. હું બનાસકાંઠાનો છું પણ હરીભાઈ ચૌધરી ગત લોકસભા ચૂંટણીમાં પાટણથી હારી જાય તેમ હતા માટે હું પાટણથી ચૂંટણી લડ્યો હતો. આ વખતે હરીભાઈને હું કહીશ તમે રહેવો મને બનાસકાંઠામા ચૂંટણી લડવા દો. મારી ઇચ્છા બનાસકાંઠામાંથી લડવાની છે અને તે મારો હક છે.

લીલાધર વાઘેલા જણાવ્યું હતું કે હરીભાઈ ભલે ચૂંટણી લડવા તૈયાર થાય પણ મે એમનાં ભલા માટે બનાસકાંઠા છોડ્યુ હતુ તો આગામી ચૂંટણી તેમણે છોડવું પડશે. હું અંગે પાર્ટીને પણ રજુઆત કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે લીલાધર વાઘેલાએ ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાના પુત્ર માટે ટિકિટની જીદ કરી હતી. હવે આગામી લોકસભા ચૂંટણી પહેલા જ તેમણે બનાસકાંઠાથી ચૂંટણી લડવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. હવે જોવું રહ્યું કે ભાજપ કેવી રીતે આ ડેમેજ કંટ્રોલ કરે છે.