મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. આ સમયે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કરે પોતાના જુના મિત્રને યાદ કરતાં કહ્યું કે જ્યારે તે સન્યાસ લેવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે ઈમરાને તેમને એવી ચેલેન્જ આપી કે તેનાથી સન્યાસ લેવાનું માંડી વાળ્યું હતું. ઈમરાને તેમને સન્યાસ  લેતા રોકી લીધા હતા.

ઈમરાનને જ્યારે ખબર પડી કે હું નિવૃત્તિ લેવાનો પ્લાન કરી રહ્યો છું તો તેમણે મને લખ્યું, હજુ તમે નિવૃત્ત ન થઈ શકો. પાકિસ્તાન આવતા વર્ષે ભારત આવી રહ્યું છે અને ભારતને ભારતમાં જ હરાવવા માગું છું. જો તમે તે ટીમનો હિસ્સો નહીં હોવ તો તેમાં મજા નહીં આવે. ચાલો છેલ્લી વાર એક બીજાનો સામનો કરી લીઈએ.

ગવાસ્કરે કહ્યું, કે જ્યારે તેમણે ભારતના ઈંગલેન્ડ પ્રવાસ બાદ સન્યાસ લેવાની યોજના બનાવી હતી ત્યારે ઈમરાન ખાને તેમને આ પ્રકારની રમતથી મનાવ્યા હતા. પ્રવાસની ઘોષણા થઈ ગઈ હતી. પાકિસ્તાને સીરીઝની અંતિમ મેચ જીતી તે પહેલાના તમામ મેચ ડ્રો રહ્યા હતા. તે સાથે જ પાકિસ્તાન પહેલી વાર ભારતમાં ટેસ્ટ સીરીઝ જીત્યું. મેં પાકિસ્તાન સીરીઝ બાદ પોતાની નિવૃત્તિની ઘોષણા કરી. હું થોડા સમય બાદ લોર્ડ્સમાં થનાર એમસીસીના 200 વર્ષ પુરા થવાપર ઉપલક્ષ્યમાં થનાર ટેસ્ટમેચમાં રમવા માગતો હતો.

જ્યારે મેચ માટે ટીમની જાહેરાત થઈ તો તેમાં કપિલ દેવ, દિલીપ વેંગસરકર, ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ હતા. મારા અને ઈમરાન વચ્ચે 182 રનોની પાર્ટનરશીપ થઈ હતી. અને મને સૌથી વધુ પાર્ટનરશીપ દરમિયાન ઈમરાન સાથે દરેક ઓવર બાદ થનારી વાતચીત વધુ મજાની લાગી.