મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના એકા એક મૃત્યુના સમાચારથી સમસ્થ બોલીવુડ હચમચી ગયું છે. દરમ્યાન ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક પછી એક ઘણા ટ્વીટ્સ કર્યા અને શ્રીદેવીના મોત માટે ભગવાનને દોષી કહ્યા અને લખ્યું કે, તેમને ભગવાનથી નફરત થઈ ગઈ છે, તેના ઉપરાંત તેમણે એક લાંબી પોસ્ટ પણ મુકી હતી.

વર્માએ કહ્યું કે, હું શ્રીદેવીને મારવા માટે ભગવાનથી નફરત કરું છું. અને શ્રીદેવીથી એટલે નફરત કરું છું કારણ કે તે મરી ગઈ, વર્માએ પોસ્ટમાં તે તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે શ્રીદેવી અને તેમનાથી જોડાયેલી હતી. તેમણે પોતાની ફિલ્મ શરણમ અને તે પછીની એક ફિલ્મમાં શ્રી દેવી સાથે કામ કરવા પર લખ્યું હતું.

તે શ્રીદેવીને નફરત કેમ કરે છે તે અંગે તેમણે કેટલાક પોઈન્ટ્સ લખ્યા હતા
-    લાગી રહ્યું છે કે આ એક ખરાબ સપનું છે પણ નહીં તે સત્ય છે
-    આઈ હેટ શ્રીદેવી
-    હું શ્રીદેવીને એટલે નફરત કરું છું કેમ કે તેમણે મને આભાસ કરી દીધો છે કે તે એક માણસ છે કારણ કે હું તેને ભગવાન માનતો હતો.
-    હું એટલે પણ નફરત કરું છું કારણ કે તેમની પાસે પણ એક જ દિલ હતું જે જીવંત રહેવા ધડકતું હતું.
-    હું એટલે પણ નફરત કરું છું કારણ કે, તેમની પાસે એવું દિલ હતું જે કોઈ પાસે ન હતું.
-    હું એટલે પણ નફરત કરું છું કારણ કે, મને તેમની મોત અંગે ખબર પડી અને તે જોવા માટે હું જીવતો છું.
-    મને ભગવાનથી પણ નફરત છે કારણ કે તેમણે તેનો જીવ લીધો
-    અને હું મરવાના કારણે શ્રીદેવીથી નફરત કરું છું
-    તમે જ્યાં શ્રી શ્રી, હું તમને પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ
-    રામગોપાલ વર્મા