બી. નિલિમા , નવી દિલ્હી: ગુજરાતમાં ઉનાળની ગરમી શરૂ થવાની હજુ થોડી વાર છે, પણ ઉનાળાના પાણીના મુદ્દે રાજકારણ ગરમી પકડી રહ્યું છે. તેમાંએ પીવાના પાણી અને સિંચાઈના પાણીના મુદ્દે રાજકારણમાં દાવાનળ ફેલાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાની વચ્ચે સ્પષ્ટ જાહેર કર્યું હતું કે 15મી માર્ચ પછી નર્મદા બંધનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં નહીં આવે. આ નિવેદન બાદ ગુજરાતમાં પાણીમાં આગ લાગી છે.

ગુજરાતમાં ઉનાળામાં 15 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં બાજરી, કઠોળ, તલ, મગફળી, ડાંગર જેવા પાકો ઉગાડવામાં આવે છે. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કહી દીધું હતું કે ખેડૂતોએ ઉનાળામાં વાવેતર કરવું નહીં કારણ કે નર્મદા બંધમાં પાણી નથી તેથી સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે.

પાણીની અછત થતાં અર્ધ બેકારી સર્જાશે તેથી રોજગારી માટે ગામડાથી શહેર તરફ લોકો હિજરત કરશે. આ વાતથી ભાજપના કાર્યકર્તાઓ પરેશાન છે. ગયા વર્ષે પાણીની અછત હતી એવું કારણ આપવામાં આવી રહ્યું છે. પણ વાત કંઈક જુદી બહાર આવી છે. હવે એવું કહેવામાં આવે છે કે, નર્મદા સાથે સાંકળેલાં પ્રોજેક્ટના દરવાજા બંધ કરવાના ઉદ્દઘાટન સુધી એ વાત જાય છે. જે ગુજરાતની ચૂંટણી પણ જવાબદાર છે. નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવતી રહી છે તેથી તેની દરેક બાબત લોકોને તુરંત સ્પર્શ કરી જાય છે.

ખેડૂત નેતા સાગર રબારી આ મુદ્દે એકદમ સ્પષ્ટ છે. તે કહે છે કે, પાણીની તંગીનો ગુજરાતમાં કાયમી પ્રશ્ન હતો. હવે ફરી ઊભો થયો છે. નર્મદા કંન્ટ્રોલઓથોરીટીનીવેબસાઈટ પર જે અંકડાઓ રજૂ કરેલાં છે તે પ્રમાણે ચોમાસુ શરૂ થયું ત્યારે 1 જૂલાઈ 2017માં 114.97 મીટર પાણી હતું. 31 જૂલાઈએ 120.69 મીટર પાણી હતું. 31 ઓક્ટોબરે 130.59 મીટર સુધી બંધની સપાટી પહોંચી હતી. પરંતુ ત્યાર બાદ પાણીની સપાટી ઘટવા લાગી હતી.

31 મી ઓક્ટોબરે પાણીની સપાટી ઘટીને 128.69 મીટર સુધી આવી ગઈ હતી.જે 1.90 મીટરનો ઘટાડો બતાવે છે. તેનો સીધો મતલબ કે 4.47 મીટર સુધી પાણી આપી દેવાયું હતું. 31 મી ડિસેમ્બર, 2017 ના રોજ જળનું સ્તર ઘટીને 118.33 મીટર, 5.89 મીટરની નીચું અને 12 ડિસેમ્બરના રોજ 115.95 મીટર સુધી પાણી આવી ગયું હતું.

"એક સરળ ગણતરી સૂચવે છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ શાસક પક્ષ વતી એક તોફાની ભૂમિકા ભજવી હતી; તે શાસક પક્ષને ખુશ કરવા કિંમતી પાણીના દુરુપયોગ કરવા સંમત થયું હતું. ચૂંટણી પ્રચારના અઢી મહિના દરમિયાન નિગમે બિનજરૂરી પાણી ઉદઘાટન માટે આપી દીધું હતું. પાણીની સપાટી 130.59થી 115.95 થઈ ગઈ હતી. તેનો સીધો મતલબ એ નિકળે છે કે, સત્તાધારી પક્ષ અને નર્મદા નિગમ સાથે મળીને 14.64 મીટર પાણી વાપરી નાખ્યું હતું. ભાજપે પ્રજા માટે મુલ્યવાન પાણી વાપરી નાંખ્યું હતું. તે પણ ચૂંટણીના સમયે. તેમ રબારીએ જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ખેડૂતો પાણીનો વપરાશ સિંચાઈ માટે કરતાં નથી. કારણ કે પાણીની કોઈ જરૂરિયાત જ હોતી નથી. તેથી હું સરકારને વારંવાર પૂછી રહ્યો છું કે આ પાણી અદ્રશ્ય કઈ રીતે થયું ? તેમ તેમણે કહ્યું હતું.

એ બાબત નોંધપાત્ર છે કે ગુજરાતમાં ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન વિધાનસભાની ચૂંટણી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં નર્મદા આધારિત પાણીની યોજનાઓ શરૂ કરી હતી. નેતાઓએ સપ્ટેમ્બરમાં 84 વાહનોમાં રાજ્યભરમાં માં નર્મદા યાત્રા પણ કાઢી હતી. ગામડે-ગામડે આ રથ 84 વાહનોમાં ફેરવેલો હતો. તેના દ્વારા લોકો સુધી પહોંચ્યા હતા. આ યાત્રા 17 સપ્ટેમ્બરે ડભોઈ શહેરમાં પહોંચી હતી. આ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેમણે સરકારી વાહનોમાં એકઠા કરેલાં પોતાના ચાહકોની વચ્ચે નર્મદા બંધ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

ડભોઈમાં જે થયું હતું તેની સામે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રશ્નો ઊભા કર્યા હતા. સરકારના જુઠાણા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે એવો આરોપ મૂક્યો હતો કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેથી લોકોને ભ્રમિત કરવા માટે લોકોને ગેરમાર્ગેદોરીને નર્મદાને રાષ્ટ્રને અર્પણ કરવાનું નાટક હતું.

સિંચાઇ અને પીવાના પાણી માટે પાણી પૂરું પાડવાના હેતુસર આ નર્મદા બંધ બનાવાયો છે. પરંતુ બંધમાંથી લાંબા સમયથી ઉદ્યોગોને મદદ કરવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે. આ બાબતને લઈને કેગના અહેવાલોમાં ટીકા પણ કરવામાં આવી છે.

સુરેશ મહેતાએ પ્રજાનું એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, સરકાર જે કહી રહી છે તે માત્ર મિથ્યા છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. 17,92,000 હેક્ટર સુધી પાણી પહોંચાડવાનું હતું. તેમાંથી માત્ર 11.67 ટકા વિસ્તારમાં જ પાણી પહોંચી શક્યું છે. તેથી અત્યાર સુધી માંડ 2,09,057 હેક્ટર ખેતીની જમીન સિંચાઈ હેઠળ આવરીલેવાઈ છે. મહેતાએ તે એવું પણ કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોને ગેરમાર્ગેદોરવા માટે  માં નર્મદા યાત્રા કાઢવામાં આવી હતી. જે પ્રજા પરનો બોજો હતી.

ચૂંટણી પ્રચાર માટે નર્મદાના પાણીનો બગાડ કરાયો હતો. સાબરમતી રીવરફ્રંટ પર સી પ્લેન ઉડાવવા માટે મહામૂલા નર્મદાના પાણી વાપરી નંખાયા છે. તે પણ ફોટો પાડવા માટે પાણીનો ઉપયોગ કરાયો હતો. આમ કરીને ખેડૂતો અને તરસ્યા વિસ્તારોને પાણી વગરના કરી મૂકવામાં આવ્યા છે.

આર્ટિકલ catchnews.com માંથી સાભાર લેવામાં આવ્યો છે. આર્ટિકલમાં રહેલ માહિતી લેખકના અંગત મંતવ્ય છે.