મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ  સુરતના નાના વરાછામાં વંદના સોસાયટી પાસેની પ્રોટેક્શન વૉલ (દીવાલ) અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દ્રશ્ય ત્યાં હાજર એક વ્યક્તિએ કેમેરામાં કંડારી લીધું હતું. આ વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે.

સુરતમાં ગુરુવારે સવારથી ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં બે ઇંચ પડ્યો હતો. તો ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને તેમજ જન જીવનને અસર વર્તાઈ હતી. દરમિયાન કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી. 

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાત્રિ દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ગુરુવારે સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. અને સુરતના કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ખાનગી શાળાઓને પણ રજા રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રિથી સવાર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવક થોડી શરૂ થઇ છે. મંગળવારે રાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 286.28 ફૂટ નોંધાઇ હતી. 5112 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક ચાલુ હતી.

શહેરમાં ક્યાં ક્યાં પાણી ભરાયા

= અડાજણ મેઇન રોડ, આનંદમહેલ રોડ

= રાંદેર મેઇન રોડ, અડાજણ પાટીયા

= કતારગામ દરવાજા વેડ દરવાજા સિંગણપોર ચાર રસ્તા ડભોલી ચાર રસ્તા તેમજ કંતારેશ્વર મહાદેવ અને કતારગામ પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર

= ભરથાણા ભગવાન મહાવીર કૉલેજ અને તેની આસપાસનો વિસ્તાર

= વેસુના ઘણા બધા વિસ્તાર

પીપલોદ ગૌરવ પથ સુરત ડુમસ તેમજ ઉધના-મગદલ્લા રોડ પર અને સિટી લાઇટ રોડ

= પુણાગામ યોગીચોક આસપાસનો વિસ્તાર, પુણા કુંભારીયા રોડ, પર્વત પાટિયા સરથાણા જકાતનાકા નજીકનો વિસ્તાર, મોટા વરાછા, અબ્રામા

= વરાછા મેઇન રોડ, લંબે હનુમાન રોડ બોમ્બે માર્કેટ ની આસપાસનો વિસ્તાર એમજ કાપોદ્રાના ઘણા વિસ્તારો

= નાણાવટ, ભાગાતળાવ પાણીની ભીંત, ઝાપા બજાર, નવસારી બજાર, નાનપુરા કાદરશાની નાળ, ગોપીપુરા, હરિપુરા, બેગમપુરા, સલાબતપુરા, વાડી ફળિયા, સૈયદપુરા જેવા વિસ્તારો

= લિંબાયત મીઠીખાડી કમરૂ નગર, નીલગીરી ગ્રાઉન્ડ, ગોડાદરા, લિંબાયત-ઉધના ગરનાળુ, ડુંભાલ તેમજ મહાપ્રભુ નગરની આસપાસના વિસ્તાર

સુરતના વરસાદના આંકડા (સવારે 6થી 10 વાગ્યા સુધીના આંકડા)

સેન્ટ્રલ- 50 મીમી

વરાછા- 21 મીમી

રાંદેર- 25 મીમી

કતારગામ- 38 મીમી

ઉધના- 53 મીમી

લિંબાયત- 44 મીમી

અઠવા- 55 મીમી

 

ખાડીની સ્થિતિ

કાંકરાખાડી    5 મીટર

ભેદવાડ    5.50 મીટર

મીઠીખાડી    6.40 મીટર

ભાઠેના    5.30 મીટર

સીમાડા    1.20 મીટર