મેરાન્યૂઝ નેટવર્ક.બેઈજિંગઃ ચીને સોમવારે કહ્યું કે સ્થાનીક કાયદા અને આંતરીક ન્યાય સહાયતા સંધીઓને આધાર પર ભારતના ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીની ધરપકડના અનુરોધને હોન્ગ-કોન્ગ સ્વીકાર કરી શકે છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહએ ગત અઠવાડિયે જ સંસદને કહ્યું કે વિદેશ મંત્રાલયએ હોન્ગ કોન્ગ તંત્રને નીરવ મોદીની પ્રવિજનલ ધરપકડ માટે અનુરોધ કર્યો છે.

ભારતના અનુરોધ અંગે જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંને પુછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, એક દેશ બે નીતિ અને એચકેએસએઆર (હોન્ગ કોન્ગ સ્પેશયલ એડમિનિસ્ટ્રેટીવ) અનુસાર એકેએસએઆર અન્ય દેશો સાથે આંતરિક ન્યાયિક સહયોગને લઈને પુરી વ્યવસ્થા કરી શકે છે. પ્રવિજનલ અરેસ્ટ ઔપચારીક રીતે પ્રત્યર્પણ માટે અનુરોધથી પહેલાની પ્રક્રિયા હોય છે. તે પછી વાંછિત વ્યક્તિ પર સકંજો કસવામાં આવે છે અને તે જ્યાં પણ હોય તેને ત્યાંથી જ ઝડપી લેવામાં આવે છે.