મેરાન્યૂઝ.પંચકૂલાઃ રામ રહીમની માનેલી દીકરી હનીપ્રીત છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતી. હનીપ્રીતને લુકઆઉટ નોટિસ અપાઈ પછીથી તે પોલીસને હાથે લાગી ન હતી. હનીપ્રીત ચંદીગઢ ખાતેથી એક મહિલા સાથે ઝડપાઈ છે. પોલીસ આવતી કાલે તેને કોર્ટમાં રજુ કરશે.

સૂત્રોનું માનીએ તો હનીપ્રિત એક ઈનોવા કારમાં ફરતી હતી અને હરિયાણા પોલીસે તેને ઝડપી પાડી, હનીપ્રીતની પુછપરછ કરવામાં આવી રહી છે. હનીપ્રીતે પોતાના ખુલાસામાં પોતાના કહેવાતા પિતા એટલે કે રામ રહીમ નિર્દોષ હોવાનું કહ્યું હતું અને સાથે જ એવો પણ ખુલાસો કર્યો કે પોતે ભાગી ન હતી પણ ડીપ્રેશનમાં હતી.

હનીપ્રીતે કહ્યું કે, તે કોર્ટની મંજુરીથી રામ રહીમ સાથે રોહતકની જેલમાં ગઈ હતી. પછીથી ભાગી ન હતી પણ હું ડીપ્રેશનમાં હોવાથી લોકોની સામે આવવા માગતી ન હતી. મને મીડિયામાં જે રીતે રજુ કરવામાં આવી તેનાથી હું ડરી ગઈ હતી અને ડીપ્રેશનમાં હતી. તે આ રમખાણોમાં સામેલ નથી છતાં મને તેમાં આરોપી બનાવવામાં આવી છે. મારા પર રાજદ્રોહ લગાવાયો છે.

પોતાના પતિ વિશે કહેતા હનીપ્રીતે કહ્યું કે, વિશ્વાસ ગુપ્તાના મુદ્દે મારે કાંઈ વાત નથી કરવી. મારા પિતા નિર્દોષ છે, જેમની સાથે શોષણ થયું તે મહિલાઓ પણ સામે આવી નથી. માત્ર એક પત્રને આધારે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.