મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને જીલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ ભવનના પટાંગણમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન, જીલ્લા વિકાસ અધિકારી હસિત ગોસાવી,જીલ્લાના પત્રકારો અને મોડાસાના અગ્રણીઓ ઉપસ્થિત રહી હર્બલ કલર થી હોળી-ધુળેટી ની રંગા રંગ ઉજવણી કરી હતી જીલ્લા કલેક્ટરે મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા પત્ર વિસ્તરણ કરાયું હતું.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા હોલિકા દહનમાં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે તેવા ઉમદા હેતુ થી વૃક્ષા રોપણ કરી હોળી-ધુળેટીની પર્વની ઉજવણીમાં જોતરાયા હતા અબીલ-ગુલાલના હર્બલ કલર સાથે પાણીની છોળો વચ્ચે ડીજેના તાલે ઉજવણી કરી હતી.

જીલ્લા વહીવટી તંત્રમાં યુવા અધિકારીઓ અને જીલ્લા પોલીસવડા યુવા પ્રતિભા હોવાથી ઢુઢંર દુષ્કર્મ ઘટના સમયે પરપ્રાંતિયો પર સતત થઈ રહેલા હુમલામાં પરપ્રાંતિયોએ વતન તરફ પ્રયાણ કરતા પરપ્રાંતીયો માં રહેલો ભય દૂર કરવા જીલ્લા કલેક્ટર, વિકાસ અધિકારી અને પોલીસવડાએ જાહેરસ્થળ પર પકોડી ખાવા પહોંચી  ભય દૂર કર્યો હતો અને પરપ્રાંતીયોને હિમ્મત પુરી પડી હતી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર જીલ્લાના પ્રજાજનો સાથે સતત સીધા સંકલન રહેવા પ્રયત્નશીલ રહેતા અભિગમને લોકોએ આવકાર્યો હતો.