મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ દળમાં કોન્સ્ટેબલથી લઈ આઇપીએસ અધિકારીઓને કોઈ વાત ડરાવતી હોય તો તે તેમની બદલી છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની દર ત્રણ વર્ષે બદલી થયા જ કરતી હોય છે પરંતુ ક્યારેય પણ બદલી થનાર અધિકારીને બદલી ક્યાં કરવી તેઓ પુછવામાં આવતું નથી જે અધિકારીઓની રાજકીય વગ છે તેઓ તને પસંદગીના સ્થળે પોસ્ટિંગ મેળવી લે છે, પરંતુ જેમની વગ નથી તેવા અધિકારીઓ અણગમતા સ્થળે બદલી પામે છે.

પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ઉપરની કક્ષાના અધિકારીઓની બદલી થાય ત્યારે નવા સ્થળે ગોઠવાઈ જવામાં તેમને ખાસ તકલીફ પડતી નથી  કારણ તેમના હોદ્દોની વગને  કારણે તેમના રહેવાની બાળકોના શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવાય જતી હોય છે પરંતુ ખાસ કરી  સબ ઇન્સ્પેક્ટર (PSI) કક્ષાના અધિકારીની છે જ્યારે  બદલી થાય છે ત્યારે તેમને અનેક સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે.

સ્થાનિક  સ્વરાજ્યથી લઈ લોકસભાની ચૂંટણી આવે ત્યારે એક જ સ્થળે ત્રણ વર્ષ પૂરા કરનાર પોલીસ અધિકારીની ડીજીપી  ઓફિસ દ્વારા બદલી કરવામાં આવતી હોય છે જોકે બદલી કયા સ્થળે થશે તે નક્કી હોતું નથી. જો ડીજીપી ઓફિસ અધિકારીઓની બદલી ના કરે તો ચૂંટણીપંચ દ્વારા બદલી કરવામાં આવતી હોય છે. મેં 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ડીજીપી  ઓફિસ દ્વારા બદલી કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

જોકે પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પરિપત્ર કરવામાં આવ્યો છે કે 31  મે  2019 ના રોજ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પોતાની ફરજના સ્થળે ત્રણ વર્ષ પુરા થતા હોય તેમણે પોતાની બદલી માટે પસંદગીના ત્રણ વિકલ્પ આપવાના રહેશે  શક્ય હશે ત્યાં ડીજીપી ઓફિસ દ્વારા પી.એસ.આઈને પોતાની પસંદગીના સ્થળે બદલી આપવામાં આવશે. એક અંદાજ પ્રમાણે 2019ની  ચૂંટણીના સંદર્ભમાં  300 કરતાં વધુ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવશે.