મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ એચડીએફસી બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા કરવા પાછળનો હેતુ ઘણોં જ ચોંકાવનારો છે. હત્યા કરનાર સરફરાજ શેખએ ફક્ત ઈએમઆઈ ચુકવવા માટે સંઘવીની હત્યા કરી દીધી હતી. 26 વર્ષીય શેખએ ધરપકડ પહેલા પોલીસને ગોળ-ગોળ ફેરવવા માટે ઘણી વાર પોતાનું નિવેદન બદલ્યું હતું.

પહેલા તેણે હત્યાનું કારણ ઈર્ષ્યા હોવાનું કહેનાર પોલીસે કહ્યું હતું કે હત્યાનું મુખ્ય કારણ લૂંટ હતી અને શેખને 30 હજારની ઈએમઆઈ ચુકવવા માટે સંઘવીને મારી નાખ્યો હતો.

જ્યારે આરોપી શેખને ભોઈવાડા મેજિસ્ટ્રેટ કોર્ટના સામે રજુ કરવામાં આવ્યા ત્યારે પુછાયું કે શું તે કાંઈ કહેવા માગે છે? તે પછી શેખે હત્યાનો ઈરાદો કહ્યો. તેણે સૌથી પહેલા કહ્યું, હાં સર, મેં તેને મારી નાખ્યો, તે મારી ભયંકર ભૂલ હતી. શેખે કહ્યું કે તેણે મોટરસાયકલ ખરીદવા માટે લોન લીધી હતી. ગત 2-3 મહિનાથી તે લોન ચુકવી શક્યો ન હતો. ત્યારે મેં સંઘવીને લૂંટવાનો નિર્ણય કર્યો પણ ઉતાવળમાં મેં તેમની હત્યા કરી નાખી.

શેખે પોલીસને કહ્યું હતું કે, નાણાંની ખુબ જરૂર હતી. તેથી તેને લૂંટની યોજના બનાવી. તેને આશા હતી કે સંઘવી દ્વારા તેને 30-3 હજાર મળી જ જશે. ઉલ્લેખનીય છે કે બુધવારથી ગુમ થયેલા સંઘવીની બોડી સોમવારે કલ્યાણના હાજી મલંગ વિસ્તારથી મળી આવી હતી. પોલીસે કહ્યું હતું કે જ્યારે શેખ અને સંઘવી વચ્ચે નામાને લઈને પાર્કિંગ મુદ્દે વિવાદ થયો તો સંઘવીએ અલાર્મ વગાડી દીધું હતું. જેનાથી ગભરાઈને શેખે તેમના પર હુમલો કરી દીધો હતો. હત્યા કર્યા બાદ સંઘવીની લાશને કારમાં મુકી હાજી મલંગ પાસે ફેંકી દીધી.

તે પહેલા લેવાયેલા નિવેદનમાં શેખે પોલીસને કહ્યું કે ત્રણ લોકોએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટ વર્કર શેખ સંઘવીની લોઅર પરેલ ઓફિસમાં પાર્કિંગમાં સંઘવીની કારની પાછળની સીટ પર બેઠો હતો અને તેમના ગળે ચાકુ મુક્યું હતું. જેવા સંઘવી પાછળ ફર્યા કે તેમનું ગળું કપાઈ ગયું. ત્યારે સંઘવી કારથી નીચે ઉતર્યા અને અલાર્મ વગાડી દીધું. ડરી ગયેલા શેખે સંઘવીનો પીછો કરી તેમના પર 13 વાર ચાકુઓથી હુમલો કરી તેમની હત્યા કરી દીધી.