મેરાન્યૂઝ નેટવર્ક.વિએનાઃ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે પરમાણું સંધીથી અમેરિકાના અલગ થવાના પ્રભાવોથી ઝુંઝવા માટે યુરોપની તરફથી અપાયેલા આર્થિક ઉપાયોનો પ્રસ્તાવ પુરતો નથી. માહિતી મુજબ રુહાનીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોંને ફોન પર કહ્યું કે પૈકેજથી અમારી તમામ માગો પુરી નથી થઈ શકતી.

રુહાનીએ આશા વ્યક્ત કરી કે, ચર્ચા માટે બોલાવાયેલી એક બેઠકમાં આ મામલાનો નિવેડો આવી શકે છે. આ બેઠક 2015માં થયેલા ઐતિહાસિક પરમાણું સંધીથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અલગ થવાના બે મહિના બાદ થઈ રહી છે.

આ સંધી પર હસ્તાક્ષર કરનાર અન્ય દેશો-બ્રિટન, ફ્રાંસ, જર્મની, ચીન અને રુસની આ સંધીમાં જોડાઈ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે પણ અમેરિકી દંડની બીકે ઈરાનથી બહાર નિકળી રહેલી કંપનીઓને રોકવામાં અસમર્થ દેખાય છે. એક યુરોપીયન રાજનાયકએ કહ્યું કે વિએનામાં થનાર મંત્રી સ્તરીય બેઠકમાં આર્થિક ઉપાયોના યુરોપિયન પૈકેજ પર ચર્ચા થશે. આ ઉપાયોનો હેતુ ઈરાનને તે સંધી સાથે જોડી રાખવાનો છે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ઈરાન પરમાણું સંધીથી હટવાને લઈને અમેરિકાની રવિવાર (10 જૂન)એ ઘણી આલોચના કરી. ત્યાં, તેમણે તેના સંરક્ષણ કરવાના પ્રયાસોને લઈને ચીન, રુસ અને યુરોપની સરાહના કરી. શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષીક સંમેલનને સંબોધતા રુહાનીએ કહ્યું કે, અમેરિકા બીજા દેશો પર પોતાની નીતિઓ થોપવાના પ્રયત્નો કરી રહ્યું છે. જે તમામ મોટી શક્તિઓ માટે એક ચેતાવણી છે. તેમણે કહ્યું કે અમેરિકાના આ એક તરફી પગલા દુનિયા માટે સારા નથી.