મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા લાંબા સમયથી અનામતની માગણી સાથે વિવિધ કાર્યક્રમો અને આંદોલનો કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલે આજે મંગળવારે ભાજપ-કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને ઉલ્લેખીને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે અને તેમને સવાલ કરવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું છે કે, જય સરદાર સાથે આપ ધારાસભ્યને જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર સમાજ પોતાની આવનારી પેઢી ના હક માટે લડી રહ્યો છે અને પાટીદાર અનામત આંદોલન સમિતી આ લડાઈને હજુ પણ આગળ ધપાવવાની છે. તા-૨૬૦૫૨૦૧૮ને શનિવાર રાત્રે ૭૦૦ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના મોટી-માલવણ ગામ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતી કોંગ્રેસ અને ભાજપના પાટીદાર ધારાસભ્યોને પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આવવા આમંત્રણ આપે છે અને મહાપંચાયતમાં આવીને સમાજની વચ્ચે બેસીને સમાજને સમર્થન આપવું પડશે. જો આપ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં હાજરી નહીં આપો તો એવું માનવામાં આવશે કે આપ સમાજની અનામતની લડાઈમાં સાથે નથી.

આ સાથે જ આ પત્રની નકલ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિધાનસભાના નેતા પરેશ ધાનાણી સહિત નીતિન પટેલ (ધારાસભ્ય મહેસાણા), સંતોકબેન એરથિયા (ધારાસભ્ય રાપર), મહેશ પટેલ (ધારાસભ્ય પાલનપુર), ડો. કિરીટ પટેલ (ધારાસભ્ય-પાટણ), ડો.આશાબેન પટેલ (ધારાસભ્ય ઊંઝા), સુરેશ પટેલ (ધારાસભ્ય માણસા), બ્રિજેશ મેરજા (ધારાસભ્ય મોરબી), લલિત કગથરા (ધારાસભ્ય ટંકારા), ચિરાગ પટેલ (ધારાસભ્ય જામજોધપુર), લલિત વસોયા (ધારાસભ્ય  ધોરાજી), હર્ષદ રીબડિયા (ધારાસભ્ય  વિસાવદર), જે.વી કાકડિયા (ધારાસભ્ય  ધારી), પ્રતાપ દુધાત (ધારાસભ્ય સાવરકુંડલા), વીરજી ઠુમ્મર (ધારાસભ્ય લાઠી), નિરંજન પટેલ (ધારાસભ્ય પેટલાદ), અક્ષય પટેલ (ધારાસભ્ય કરજણ), દુષ્યંત પટેલ (ધારાસભ્ય ભરૂચ), કુમાર કાનણી (ધારાસભ્ય વરાછા-સુરત), વિનોદ મોરડિયા (ધારાસભ્ય કતારગામ-સુરત), વિવેક પટેલ (ધારાસભ્ય ઉધના-સુરત), પ્રવીણ ઘોઘારી (ધારાસભ્ય કારંજ-સુરત), કાંતિ બાલર (ધારાસભ્ય સુરત), વી.ડી.ઝાલાવાડિયા (ધારાસભ્ય કામરેજ-સુરત), યોગેશ પટેલ (ધારાસભ્ય માંજલપુર-બરોડા), સૌરભ પટેલ (ધારાસભ્ય બોટાદ), કેશુભાઈ નાકરાણી (ધારાસભ્ય ગારિયાધાર), રણછોડ ફળદુ (ધારાસભ્ય જામનગર), ગોવિંદ પટેલ (ધારાસભ્ય રાજકોટ), ધનજી પટેલ (ધારાસભ્ય વઢવાણ), બાબુ જમના પટેલ (ધારાસભ્ય દસ્ક્રોઈ), અરવિંદ પટેલ (ધારાસભ્ય સાબરમતી-અમદાવાદ), સુરેશ પટેલ (ધારાસભ્ય મણિનગર-અમદાવાદ), હસમુખ પટેલ (ધારાસભ્ય અમરાઈવાડી-અમદાવાદ), વલ્લભ કાકડિયા (ધારાસભ્ય ઠક્કરબાપાનગર-અમદાવાદ), કૌશિક પટેલ (ધારાસભ્ય નારાયણપુરા-અમદાવાદ) ભુપેન્દ્ર પટેલ (ધારાસભ્ય ઘાટલોડિયા-અમદાવાદ), રમણ પટેલ (ધારાસભ્ય વિજાપુર) અને ઋષિકેશ પટેલ (ધારાસભ્ય વિસનગર)ને નકલ મોકલવામાં આવી છે.