મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ પેંતરા ફેઈલ ગયા તો ચૂંટણી પંચ જેવી સંવિધાનીક સંસ્થાને કઠપુતળી બનાવીને ચૂંટણીના દિવસે જ નરેન્દ્ર મોદીએ રોડ શો કરી નાખ્યો છે. તેવું પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરતાં જણાવ્યું હતું.

પાટીદાર નેતા હાર્દિક પટેલે આ સાથે જ મઝાક ઉડાવતું બીજું પણ ટ્વીટ કર્યું હતું કે, કમાલ કરો છો મોદીજી, તેમને લાગ્યું હશે કે હજુ ત્રીજો તબક્કો બાકી છે એટલે રોડ શો કરી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવ્યા હતા જ્યાં તેમણે મતદાન બાદ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ મામલે ચૂંટણી પંચમાં રોહિત પટેલ નામના એક વકીલે ફરિયાદ પણ કરી છે.