મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીએ નિકોલ ખાતે ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા હાર્દિકની કારના કાચ પર બ્લેક ફિલ્મ તથા ફેન્સી નંબર પ્લેટ હોવાથી રૂ. 600નો મેમો આપ્યો હતો.

હાર્દિક પટેલને  એક પણ તબક્કે ન છોડવ માગતી સરકાર હવે અને પોલીસે હાર્દિક પટેલની કારને મેમો આપી દીધો છે. રાજ્યભરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઇવ ચલવી રહી છે ત્યારે આજે તેની ઝપટમાં હાર્દિક પટેલ પણ આવી ગયા છે. આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરોની માંગ સાથે આયોજિત વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસની મંજૂરી બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નરને રૂબરૂ મળીને રજુવાત કરી.ઉપવાસ આંદોલન થઈને જ રહેશે, જનતાને અધિકાર મળશે તેવી રજૂઆત કરી તેની મંજૂરી આપવાની રજૂઆત કરી હતી. આ માટે કાર લઇને પહોંચેલા હાર્દિકની કારની વિન્ડો પર બ્લેક ફિલ્મ તથા ફેન્સિ નંબર પ્લેટ હોવાથી 600 રૂપિયાનો મેમો આપી દીધો હતો.

હાર્દિક પટેલે આ મુલાકાત બાદ નીતિન પટેલ દ્વારા બિન અનામત આયોગ દ્વારા કરાયેલ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર દ્વારા કરાયેલ જાહેરાતોની સમીક્ષા કર્યા બાદ કહીશ. પરંતુ સવાલ એ છે કે સરકાર હવે કેમ જાગી?