મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટ 2015એ જીએમડીસીમાં કરેલી સભા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા પાટીદારો અને મીડિયા કર્મચારીઓ પરના લાઠીચાર્જ અને દમનની ઘટના સંદર્ભે કોર્ટમાં આજે સોમવારે જુબાની આપવાની હતી.

હાર્દિક પટેલે કહ્યું કે, 25 ઓગસ્ટ 2015માં જીએમડીસી મેદાનમાં અનામત માટે આંદોલન કરી રહ્યા હતા. 25 ઓગસ્ટના સવારે 7 વાગે લાખો લોકો હાજર હતા, હું લાખો લોકો વચ્ચે મંચ પર નેતૃત્વ કરતો હતો, લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે. ભારતનું બંધારણ લોકો બોલવાની, આંદોલન કરવાની મંજૂરી આપે છે, આ એ જ સભા હતી, જે પહેલા સમગ્ર ગુજરાતમાં 200થી વધુ રેલી અને સભાઓ યોજાઈ હતી. 25 ઓગષ્ટે જ્યારે હું મેદાન પર આવ્યો ત્યારે લોકો શાંતિપૂર્ણ રીતે સાંભળી રહ્યા હતા, સરકારની સામે નવયુવાનો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા. 10 કલાકની આસપાસએ જંગી મેદની સામે મેં 54 મિનિટ સામાજિક ઉત્થાન માટેની વાત રજૂ કરી હતી. આટલી બધી સંખ્યાં હોવાથી અમારી ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આટલું મોટું જુલુસ લઈને અમદાવાદના કલેકટરને ઑફિસે જઇને આવેદન પત્ર આપવું યોગ્ય ન લાગ્યું. તેથી નિર્ણય લીધો કે અમે મેદાન પર બેસી રહીશું, પછી અમે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર લેવા માટે મંચ આવે તેવી માંગણી કરી હતી અને આનંદીબેન અમારું આવેદનપત્ર સ્વીકારે. સમગ્ર ગુજરાતમાં આવી રહેલા લોકોની માંગ હતી કે, હાર્દિક રેલી કરવી જરૂરી છે, લોકોની વાત માનીને અમેં આવેદનપત્ર આપવા કલેકટર કચેરી ગયા. કલેકટર સાહેબ ત્યાં હાજર ન હતા. તેથી અમે 2 વાગે પરત મેદાન પર આવ્યા, મેદાન પર હું અને મારી ટીમના 20 થી 22 લોકો ઉપવાસ પર ઉતર્યા. લોકોના હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને બધાને ઘરે જવા વિનંતી કરી હતી. લગભગ 3 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં મેદાન પર રહેલી વિશાળ જન મેદની પોતાના વતન તરફ પરત થઈ.

8 વાગે જે બનાવ બન્યો તે જલિયાંવાલા બાગથી કમ નથી 8.10ની આસપાસ મેદાન પર લગભગ 2000 લોકો હતા. 2 હજાર લોકોને ડરાવવા, ધમકાવવા, હત્યા કરવા સરકારના પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આશરે 15 થી 16 હજાર પોલીસ દ્વારા લાઈટ ગુલ કરીને અચાનક લાઠી ચાર્જ કરવામાં આવ્યો. અપરાધ સહન કરવો મારા ધર્મ થી વિરુદ્ધ છે મંચની નીચે લાઠી ચાર્જ થતા ડર નો માહોલ થયો, ઘણા યુવાન નીચેથી મંચ પર આવ્યા યુવાનોની પાછળ. વસ્ત્રાપુર પીઆઇ શેખ, સેક્ટર 1 રાજીવ રંજન ભગત, પોલીસ અધિકારી જે સી પટેલ મંચ પર આવ્યા. મને, તમને અને સાહેબ ન શોભે અને લજ્જા આવે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લાઠી ચાર્જ કર્યો.