મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એક લાખની વસ્તીએ ૧૬૯ પોલીસની જરૂરિયાત સામે માત્ર ૧૨૦ જ પોલીસ હોવાથી ૪૯ પોલીસની ઘટ છે.આથી રાજ્યની ૬ કરોડ જેટલી વસ્તી પ્રમાણે ૨૯,૪૦૦ પોલીસની ઘટ છે.ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં ૧૯૩ની જરૂરિયાત સામે સરેરાશ ૧૫૧ પોલીસ છે તેના કરતા પણ ઓછી પોલીસ છે.

સમગ્ર દેશમાં નાગરિકોને કાયદા અને વ્યવસ્થા સાથે સુરક્ષા મળી રહે તે માટે એક લાખની વસ્તીએ ૧૯૩ જેટલી પોલીસ હોવી જોઈએ.પરંતુ સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં એક લાખની વસ્તીએ ૧૫૧ છે.તેમાં ગુજરાત રાજ્યમાં એક લાખની વસ્તીએ ૧૬૯ પોલીસની જરૂરિયાત સામે માત્ર ૧૨૦ જ પોલીસ હોવાથી ૪૯ પોલીસની ઘટ છે. આથી રાજ્યની ૬ કરોડ જેટલી વસ્તી પ્રમાણે ૨૯,૪૦૦ પોલીસની ઘટ છે. નાગાલેંડ રાજ્યમાં સૌથી વધારે એક લાખ વસ્તીએ ૯૦૧ પોલીસની જરૂરિયાત સામે ૯૬૫ એટલે કે,૬૫  વધારે પોલીસ છે. કેરળમાં એક લાખની વસ્તીએ ૧૭૮ પોલીસની મંજુર જગ્યા સામે ૧૭૪ જેટલી પોલીસ હોવાથી માત્ર ૩.૭ પોલીસની ઘટ છે.દેશની રાજધાની દિલ્હીમાં ૩૯૦ મંજુર જગ્યા સામે ૩૮૩ પોલીસ હોવાથી ૬.૭ પોલીસની ઘટ છે.જયારે મહારષ્ટ્રમાં ૧૯૯ જગ્યા સામે ૧૮૭ પોલીસ હોવાથી ૧૨ પોલીસની ઘટ છે.રાજસ્થાનમાં ૧૪૨ની જરૂરિયાત સામે ૧૨૨ પોલીસ હોવાથી ૨૨ની ઘટ છે.મધ્ય પ્રદેશમાં ૧૪૭ના મહેકમ સામે ૧૨૫ પોલીસ હોવાથી ૨૨ની ઘટ છે.જયારે બિહારની સ્થિતિ ગુજરાત કરતા સારી હોવાથી ૧૦૮ જગ્યા સામે ૭૫ પોલીસ હોવાથી ૩૩ની ઘટ છે.દેશમાં પોલીસની રહેલી ઘટમાં ગુજરાત રાજ્યનો ૨૧મો નંબર આવે છે.પરિણામે ખાસ કરીને મહાનગરોમાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે.પોલીસની મંજુર જગ્યા સામે ભરતીમાં થતા અતિશય વિલંબના કારણે પોલીસની આ ઘટ છે.તો પોલીસ કર્મચારીઓની નિવૃત્તિ પછી નવી ભરતીમાં વિલંબ ઉપરાંત ઘણીવાર પોલીસના મૃત્યુ કે રાજીનામાંના કારણે પણ પોલીસની ઘટ ઉભી થાય છે.