જય અમીન (મેરાન્યૂઝ.બાયડ): ગતિશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાતની મસમોટી વાતો રાજ્ય સરકાર ગઈ વગાડી કરી રહી છે, ગુજરાતમાં અહીં દાયકાઓની વિકાસના બણગાં ફૂંકતી ભાજપ સરકાર અને તે અગાઉની કોંગ્રેસ સરકાર હોવા છતાં જે હાલ હતા તે ના તે જ છે. હાલ તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ છે છતાં ‘મુમકીન’ નથી થયું.

બાબત એમ છે કે, અરવલ્લી જીલ્લામાં આઝાદી ૭૨ વર્ષ પછી પણ અનેક પાયાગત સુવિધાઓથી વંચિત છે બાયડ તાલુકાના સાઠંબાકંપા માં રહેતા ૨૦ થી વધુ ઠાકોર પરિવારો આઝાદીના ૭ દાયકો પછી પણ વીજળીના અભાવે અંધારમાં જીવનનિર્વાહ ચાલવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે ૧૦૦ મીટર દૂર આવેલા ઘરોમાં લાઈટની સુવિધા ઉપલબદ્ધ છે પાંચ વર્ષ અગાઉ વીજતંત્ર દ્વારા વીજપોલ નાખી દીધા પછી વીજ કનેક્શન આપવમાં નપાણુ સાબિત થઇ રહ્યું છે. 

સાઠંબાકંપામાં રહેતા ૨૦ થી વધુ ઠાકોર પરિવારોના બાળકો લાઈટના અભાવે અભ્યાસમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અભ્યાસ કરતા બાળકોએ સૂર્યના અજવાળે અને દીવાના સહારે અભ્યાસ કરવા તેઓ મજબુર બન્યા છે. સૂર્યોદય થાય એટલે લોકોની જિંદગી પાટા પર ચાલતી થાય છે, અને સૂર્યાસ્ત થતાંની સાથે જ રોજગાર ધંધા બંધ થતા હોય છે પરંતુ અહીંના લોકોની જિંદગીમાં કાયમ માટે સૂર્યાસ્ત હોય તેવું લાગી રહ્યું છે. વીજળી સાથે સાથે પીવાના પાણી માટે પણ દર દર ભટકવું પડી રહ્યું છે.

સાઠંબાકંપા નજીક રહેતા 20 જેટલા મકાનો ધરાવતા ઠાકોર સમાજના લોકો અહીં કેટલાય વર્ષોથી વસવાસટ કરે છે, પણ તેમની સાથે આરમાયું વર્તન કેમ કરવામાં આવે છે. તે યક્ષ પ્રશ્ન આજે પણ યથાવત છે. વીજતંત્ર રાજકીય નેતાઓ સમક્ષ અનેક વાર રજૂઆત કરવા છતાં રાજકીય નેતાઓ કે પછી તંત્રના પેટનું પાણીએ નથી હાલતું, વીજતંત્રમાં વારંવાર રજૂઆત કરતા ૫ વર્ષ આગાઉ વીજપોલ ઊભા કરી દીધા. જ્યારે વીજ પોલ નાંખવામાં આવ્યા ત્યારે આ લોકોને ફરી આશા બંધાઈ એને કદાચ દરેક આંખે વિચાર્યું હશે કે હવે પછી અમારા ‘અચ્છે દિન’ ચાલુ થશે, પણ શું પછી વીજ કનેક્શન અગમ્ય કારણોસર આપવામાં ન આવતા લોકો અંધેરુ ઉલેચી રહ્યા છે.

ઠાકોર સમાજના લોકોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે સાઠંબા કંપાની એક બાજુ કેટલાક પરિવારો વસવાટ કરે જ છે ત્યાં લાઈટની સુવિધા ઘરે-ઘરે પહોંચી છે, પરંતુ ત્યાંથી માત્ર ૧૦૦ મીટર દૂર રહેતા અમારા ૨૦થી વધુ ઠાકોર સમાજના પરિવારો વીજળીના અભાવે દીવાના સહારે રહેવા મજબુર બન્યા છે. ખેતી માટે મળતા વીજપ્રવાહથી થોડો સમય લાઈટના અજવાળાના ટમટમિયાં જોવા મળે છે. અહીં અંધારપટમાં જીવન નિર્વાહ ચલાવવો પડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજના થકી મહિલાઓને ધુમાડાથી મુક્તિ અપાવવાની વાત કરી રહ્યા છે, બીજી બાજુ સાઠંબા કંપાની મહિલાઓ ઘરમાં અજવાળું પાથરવા ધુમાડાના સહારે જીવવા મજબુર બની છે.