મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાત સહિત દેશભરમાં બનનાર એરસ્ટ્રીપ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કુદરતી આફતો, યુદ્ધ અને અન્ય બાબતો માટે બહુહેતુક કામ માટે ઉપયગી થનાર એરસ્ટ્રીપ વિશે માહિતી આપી હતી.

મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સરકારે 1 લાખ કિમીનો નેશનલ હાઈ વે બનાવવાનું સપનું જોયું હતું. જેમાં 15 હજાર કિમીના કુલ નેશનલ હાઇવેનું કામ દેશ ભરમાં ચાલુ છે.  જેમાં હવે ભારતમાં અને ગુજરાતમાં વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એવું પ્લાનિંગ સરકાર કરી રહી છે.

આજે એરસ્ટ્રીપ વિશે પત્રકારોને માહિતી આપતા માંડવીયાએ જણાવ્યું હતું કે, "એરસ્ટ્રીપ કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરમાં મદદ રૂપ થશે. ગુજરાત સરહદી રાજ્ય છે જેથી સુરક્ષા માટે જરૂરી છે, એની ફાઇલ ચાલુ છે તેના પછી એરસ્ટ્રીપ  બનશે જેમાં ગુજરાત સહિત 11 જગ્યાએ થશે. આ પ્રકારની સુવિધા માત્ર ડેવલપ કન્ટ્રીમાં જ છે, જે હવે ભારત અને ખાસ ગુજરાતમાં બની રહી છે જે ઉપયોગી થશે.

આ બધી એરસ્ટ્રીપ માંથી, ગુજરાત અને તમિલનાડુમાં એનવાયરમેન્ટ ક્લીયરન્સ પછી કામ ચાલુ થઈ જશે.

આ પ્રકારની એરટ્રીપથી મોટી બનશે જેથી મોટા જહાજ બનશે, જેમાં નાના મોટા એરક્રાફ્ટ પણ લેન્ડ થઈ જશે, જેમાં રોડની બે સાઈડ બંધ કરો એટલે પ્લેન લેન્ડ થઈ જશે અને એર કન્ટ્રોલ સિસ્ટમ ચાલુ થશે."