મેરાન્યૂઝ નેટવર્ક, કોડીનાર: અમરેલી સ્ટેટ હાઇવે પર મહાકાઇ મગર આવી ચડતા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ હતું. છેલા એક મહિનામાં કોડીનારમાંથી 7 મગરના કરાયા રેસ્ક્યુ કરાયા હતા. ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોનાજ ગામ પાસેના રોડના વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાઈ મગર રોડ પર આવી ચડતા અફરા તફરી મચી હતી. જામવાળા વન વિભાગની ટીમ દ્વારા ખુમખાર મગરને પાંજરે પૂરવા દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.

જામવાળા અને કોડીનાર વન વિભાગની રેસ્ક્યુ ટીમના અંદાજે 8 જેટલા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જો કે જે જગ્યા પર મગર હતો ત્યાં મધનો પુડો હોવાના કારણે વન કર્મીઓને મધ માખોયોએ દંશ દીધા જેના કારણે અનેક વખત રેસ્ક્યુમાં અવરોધ આવ્યો હતો. જેને લય રેસ્ક્યુ દોઢ કલાક સુધી ચાલ્યું દોઢ કલાકની જહેમત બાદ આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.

જો કે ઇચવડ ગામે પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી હતી. પરંતુ તે વન વિભાગની રેસ્ક્યુ ટીમને હાથતાળી આપી પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતા બીજી વખત રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. વન વિભાગના કર્મચારીઓના કહેવા મુજબ, પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતા તેની તાકાત બમણી થઈ જાય છે. જેને લઈને રેસ્ક્યુ કરવું મુશ્કેલ બની જાય છે.