મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી એસ.એસ.સી.ની પરિક્ષાનું પરિણામ આગામી ૨૮ મેને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે. એસ.એસ.સી.નું પરિણામ ૨૮ મેં એ સવારે ૮ વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.ગુજરાત રાજ્યમાં કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ આપેલી આ પરિક્ષામાં ગણિતનું પેપર અઘરુ પુછાવવા સાથે તેમાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી બોર્ડ ધ્વારા ૧૦ માર્ક સુધી ગ્રેસીંગ આપી પરિણામ સુધારવામાં આવ્યું હોવાની શક્યતા છે. ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ધોરણ-૧૦નું પરિણામ ૬૮.ર૪ ટકા જાહેર થયું હતું.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા એસ.એસ.સી.ની માર્ચ-૨૦૧૮માં લેવાયેલી પરિક્ષાનું પરિણામ ૨૮ મેના રોજ સવારે ૮ વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે.જેમાં દરેક વાલીઓ-વિદ્યાર્થીઓ તેમજ શાળાઓ આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org  તેમજ gipl.net  પરથી જોઈ શકશે.જયારે દરેક શ્લાઓને આ પરિક્ષાના પ્રમાણપત્રો અને માર્કશીટ બપોરે ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન મેળવી લેવા જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરિક્ષામા ગણિત વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોવાનું જાણવા મળ્યું છે. આથી ગણિતમાં ૨૩ કે તેનાથી વધારે માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પાસીંગ માર્કસ અપાવવા માટે ૧-૨ માર્કસથી લઇ ૮-૧૨ માર્કસનું ગ્રેસીંગ આપી પાસ કરવા ગંભીર વિચારણા કરવામાં આવી છે. જેમાં ગણિત વિષયનું પરિણામ ૬૦-૬પ ટકા સુધી પહોંચાડવા માટે ગ્રેસિંગ અપાશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ધોરણ-૧૦નું પરિણામ ૬૮.ર૪ ટકા જાહેર થયું હતું. પરંતુ આ વર્ષે ગણિતમાં સરેરાશ પરિણામ ઓછું હોવાથી સમગ્ર પરિણામ ઉપર અસર પડી રહી છે. જેમાં ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૩ વર્ષથી અંદાજે ચાર લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થઇ રહ્યા છે. જેમાં ર૦૧રમાં ગણિતમાં ૭૧.૮૧ ટકા, ર૦૧૩માં ૭૧.૧૧ ટકા, ર૦૧૪માં ૭૧.૧૧ ટકા, ર૦૧પમાં ૭ર.૬૩ ટકા, ર૦૧૬માં પપ.૦પ ટકા અને ર૦૧૭માં ૬૯.ર૬ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા.