મેરાન્યૂઝ, નવી દિલ્હી: કેન્દ્રિય ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આગામી 9 નવેમ્બરના રોજ યોજાશે અને 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓમાં ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી જ જાહેર થતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અઆક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ નથી.