મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: શહેરમાં હિન્દી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રૉ) ફિલ્મના શુટિંગ અંતર્ગત દાણાપીઠ વિસ્તારમાં પાકિસ્તાનનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. આ માટે દુકાનોના બોર્ડ પણ બદલી નાખવામાં આવ્યા છે. ફિલ્મના શુટિંગ માટે જ્હોન અબ્રાહમ અને જેકી શ્રોફ સહિતના દિગ્ગજ કલાકારો પણ જુનાગઢમાં શુટિંગ કરી રહ્યા છે. પોતાના માનીતા કલાકારોની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ફિલ્મના શૂટિંગનો એક વીડિયો પણ અહીં પસ્તુત છે.

જ્હોન અબ્રાહમે પણ કેટલાક લોકોને ઓટોગ્રાફ તેમજ કેટલાક સાથે સેલ્ફી લઈને લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગોંડલના સુપ્રસિધ્ધ પેલેસમાં પણ આ ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શુટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ચેક પોસ્ટ, જૂનુ બુલેટ અને જૂની જીપ પણ રાખવામાં આવી હતી. અહીં પણ બૉલીવુડના આ દિગ્ગજ કલાકારોને નિહાળવા લોકો ઉમટ્યા હતા.