મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની તા. 7 જૂન 2019ના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં માહિતી ખાતાના વર્ગ-3 મંડળના હોદ્દેદારોની નિમણૂક કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે દિનેશ ચૌહાણ અને મહામંત્રી તરીકે કે.સી. કણઝરીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે એચ.પી. કક્કડ, દેવાંગ મેવાડા, અજય શાહ, જી. એસ. ઠાકોર અને પી.પી. સોરઠીયા અને સહમંત્રી તરીકે પ્રવિણ આર. બારોટ, ખજાનચી તરીકે જે.એલ. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે પી.એચ. ચૌધરી (વડી કચેરી), બી.ટી. ઠુમર (સૌરાષ્ટ્ર ઝોન), એસ.બી. સુખડીયા (મધ્ય ઝોન), અક્ષય દેસાઇ (દક્ષિણ ઝોન) અને સુરેશ રાવળ (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.

કારોબારી સભ્યોમાં પ્રવિણ પટેલ, જગદીશ સત્યદેવ, સંજયસિંહ ચાવડા, એન.એલ. દલવાડી, પરિમલ પટેલ, કિરીટ બેંકર, સંજય રાજ્યગુરુ, સંજય પટેલ (ભરુચ), મહેશ પટેલ (વલસાડ), રાજેન્દ્રસિંહ જાડેજા, જયંતી પ્રજાપતિ, આર.એ. ડેલા (રાજકોટ), ડૉ. ઉર્વીબેન રાવલ અને ફોરમબેન રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.