મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબી સિરામિક એસોશિયેશન  દ્વારા ગેસીફાયર મુદે હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં નિયમોનો ભંગ કરતા બી ટાઈપના ગેસીફાયરને બંધ કરવાની સુચના અને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

આ મામલે મોરબી સિરામિક એસોશિયેશનના સીઈઓ પ્રફુલભાઈ વાછાણી જણાવે છે કે હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે જેમાં મુખ્યત્વે બી ટાઈપ ગેસીફાયર અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ટેકનીકલ એક્સપર્ટના ઓપિનીયન લીધા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. જે ચુકાદામાં બી ટાઈપના ગેસીફાયર ગેસીફાયરમાં જીપીસીબીની શરતોનું પાલન ના કરતા હોય તેની સામે એક્શન લેવા નિર્દેશ આપ્યા છે એન ચુકાદામાં એમ પણ જણાવ્યું છે કે ગેસીફાયર જે પાલન કરે છે તેવા એકમોએ સિંગાપુર કંપની સાથે સિરામિક એસોશિયેશન દ્વારા એમઓયું કરવામાં આવ્યો છે. જેથી જીપીસીબી એક એકમમાં પરમીશન આપે જેથી ગેસીફાયરમાંથી નીકળતા પાણીને સંપૂર્ણ હાનીરહિત બનાવી ફરીથી પ્રોસેસ કરી સકાય તેવી સીસ્ટમ અપનાવવા એસોશિયેશન તૈયાર હોવાનું જણાવ્યું છે. જયારે સિરામિક એસોશિયેશનના ઉપપ્રમુખ જણાવે છે કે ગેસીફાયર વાપરનારા સિવાયના ૨૯૯ એકમો ગેસ વપરાશ કરે છે જેથી ઉત્પાદનમાં બહુ અસર નહિ થાય.

ઉલ્લેખનીય છે કે કોલ ગેસીફાયરને લઈને ભૂતકાળમાં પણ ઘણાં વિવાદો ઉભા થયાં હતાં. આજ મુદ્દે મોરબીના સીરામીક ઉધોગકારો રાજ્ય સરકાર સામે હડતાલ તથા આંદોલન કર્યા હતા.જેના પરિણામો તત્કાલિન મોરબી સીરામીક એસોસિએશન હોદેદારો ને પણ રાજીનામાં આપવા પડ્યા  હતા .અને વર્તમાન સમયમાં આધુનિક ટેક્નિલોજી વાળા કોલ ગેસ ફાયર સીરામીક ઉધોગમાં વપરાતા હોવા છતાં જીપીસીબી દ્રારા અનેક વખત ઉધોગકારો પાસેથી પ્રદુષણના મુદ્દે મોટી રકમનો તોડ થવાની પહેલા ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે હવે આ મુદ્દે આગામી સમયમાં સરકારનું તથા ઉધોગકારોનું વલણ રહે છે તે જોવાનું રહશે.