મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: સુરતના કામરેજના ધોરણ પારડી ગામે એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ રાત્રે યોજાયેલ ડાયરાના પ્રસંગમાં કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો અનુસાર એક વ્યક્તિ સ્ટેજની બાજુમાં ફાયરિંગ કરી રહ્યો છે જ્યારે સ્ટેજ પર માયાભાઇ આહિર, કિર્તિદાન ગઢવી અને કિંજલ દવે પોતાના પરફોર્મન્સ આપી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથધરી છે કે આ ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ છે અને તે હથિયાર કોનું છે. સમગ્ર ઘટનાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.