મેરાન્યૂઝ, ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કેન્દ્રિય ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાતમાં આગામી ડિસેમ્બરના મધ્યભાગમાં એટલે કે 15 ડિસેમ્બર આસપાસ ચૂંટણી યોજાય અને બે તબક્કામાં રાજ્યમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ સાથે જ ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી શકે છે.