હિતેશ ચાવડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): સર્વ શિક્ષા અભિયાન વિષે માહિતી આપવી અને તેના દ્વારા રાજ્યમાં કરવામાં આવતા કાર્યો,  કેંદ્ર સરકાર  દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં આપવામાં આવેલ ફંડ-ખર્ચ અને રાજ્યમાં શાળાઓમાં જરૂરી વર્ગખંડોની સંખ્યા વિષે માહિતી અધિનયમ-૨૦૦૫ (RTI) હેઠળ માહિતી માંગવામાં આવી હતી.  જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં સરકારના આંકડા પ્રમાણે સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત ગુજરાત રાજ્યને વર્ષ ૨૦૦૭-૦૮ થી વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬૨૪૦ કરોડ જેટલું ફંડ આપવામાં આવ્યું હોવા છતાં રાજ્યમાં સંખ્યા બંધ સ્કૂલોની સ્થિતિ અને મકાન કથળેલી હાલતમાં છે અને માહિતીમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે તો બાળકોને ભણવા માટે ક્લાસરૂમની પણ અછત છે. મેરાન્યૂઝ દ્વારા (RTI) હેઠળ  રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાનની કચેરી  દ્વારા આપવામાં આવેલE જવાબમાં ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં ખુલાસો થયો છે કે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા કરતી ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવા માટે  પુરતા વર્ગખંડો નથી અને બાળકો ગમે તેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે.

RTI હેઠળ સર્વ શિક્ષા અભિયાન, પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં ૬૮૫૪ જેટલી સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ ૧૬,૪૪૩ જેટલા કલાસરૂમની અછત છે જેમાં દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, વલસાડ, ખેડા, આણંદ, મહેસાણા જેવા જીલ્લાઓમાં ખુબ મોટી સંખ્યામાં સ્કૂલોમાં ક્લાસરૂમની જરૂરિયાત છે, પરંતુ આ જરૂરિયાત સરકારના ઉત્સવો- કાર્યક્રમોના વ્યસ્ત સમયને લીધે ધ્યાનમાં લેવામાં આવતી નથી. રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૩૨,૭૭૬ શાળાઓ છે જેમાં ૨,૨૨,૮૬૩ ક્લાસરૂમ છે.

રાજ્યભરમાં હાલ એ જ પરિસ્થિતિ છે, જ્યાં વર્ષો પહેલા સ્કૂલના મકાનો બનાવવામાં આવેલ છે તેમાંથી મોટેભાગે ઘણી બધી જગ્યાએ ક્લાસરૂમો ભયજનક સ્થિતિમાં છે અને વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે.  રાજ્યમના પાટનગર એવા ગાંધીનગર જીલ્લામાં પણ ગામડાઓમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાના મકાનોની સ્થિતિ ભયજનક છે અને કેટલી જગ્યાએ તો શાળાના મકાન પણ ભંગાણ હાલતમાં છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સ રકારને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપવામાં આવેલા ફંડની રકમની માહિતીના જવાબમાં એ આંકડા સામે આવ્યા કે હાલની ભાજપ-NDA સરકારની સરખામણીમાં પૂર્વ કોંગ્રેસ- UPA સરકારે ગુજરાત રાજ્યને વધુ ફંડ આપ્યું હતું. જેના આંકડા જોઈએ તો, વર્ષ 2010-2011 થી 201૩-2014  દરમિયાન ૪ વર્ષમાં કેંદ્રની UPA-કોંગ્રેસ  સરકાર દ્વારા  ગુજરાત સરકારને રૂ. 3265.70 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2014-2015 થી 2017-2018 દરમિયાન ૪ વર્ષમાં કેંદ્રની NDA-ભાજપ  સરકાર દ્વારા  ગુજરાત સરકારને  રૂ. 2943.25 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે, આ આંકડા જ એ વાત સાબિત કરે છે કે શિક્ષણમાં ગુજરાતને કેંદ્રમાં બેઠેલી ભાજપ સરકાર દ્વારા ઓછું ફંડ આપવામાં આવ્યું છે જેના પરિણામે હાલ રાજ્યમાં વિદ્યાર્થીઓને ભણવા માટે ક્લાસરૂમની વ્યવસ્થા નથી.

આંકડાઓ પ્રમાણે વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૨૦૦૯-૨૦૧૪ UPA સરકારેહાલની NDAસરકાર કરતાં વધુ ફંડ આપ્યું હતું. 

૪ વર્ષમાં UPAદ્વારા આપવામાં આવેલ ફંડ રૂ. 3265.70 કરોડ

૪ વર્ષમાં NDAદ્વારા આપવામાં આવેલ ફંડ રૂ. 2943.25 કરોડ

 

જીલ્લો  

શાળાઓમાં ક્લાસરૂમની જરૂરિયાત

દાહોદ

1416

બનાસકાંઠા

1104

પંચમહાલ

835

સાબરકાંઠા

828

ભરૂચ

759

ભાવનગર

754

વલસાડ

671

ખેડા

642

આણંદ

641

મહેસાણા

582