મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: પેઢલા મગફળી કૌભાંડને લઈને એકતરફ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ પોલીસની સઘન તપાસ ચાલી રહી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડાની દેખરેખમાં ચાલતી આ ઝીણવટભરી તપાસ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. જેમાં જણાવ્યા મુજબ પોલીસે આ સમગ્ર કૌભાંડ મામલે નાફેડના ચેરમેન વાઘજી બોડાના ભત્રીજા રોહિત બોડા, ધાનેજ સહકારી મંડળીમાં પ્રમુખ કાળુભાઈ અને ગુજકોટના વેર હાઉસના મેનેજર મગન ઝાલાવાડિયા તેમજ સહકારી મંડળીના અન્ય 18 સહિત 22 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 31ના રોજ વેપારીઓ પેઢલા ગામે માલ લેવા ગયા ત્યારે મગફળીમાંથી માટી-પથ્થર નિકળતા હોબાળો મચાવ્યો હતો. વેપારીઓના હોબળા છતાં 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ સ્થળ પર આવ્યા નહોતા. બાદમાં મગન ભાઈ ઝાલાવડીયા જેતપુર પોલીસ સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કલેક્ટર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે 3 શખ્સોની ધરપકડ કરી તેના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

આરોપીઓના રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પૂછતાછમાં મગન ઝાલાવડીયા, રોહિત બોડા તેમજ કાળુભાઈ સહિતના નામો સામે આવતા તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. મગન ઝાલાવડિયાની પૂછપરછમાં  સહિતનાઓના નામ ખુલવા પામ્યા હતા. જેને પગલે મોટી ધનેજની સહકારી મંડળીના અન્ય 15 જેટલા લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડમાં સંડોવણીની પોલીસને પ્રથમથી જ દ્રઢ શંકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 

ધરપકડ થયેલ અન્ય સભ્યો અને હોદ્દાઓની વિગત

1 ખુમાણ જીવનભાઈ જુજીયા (મોટી ધાણેજ સભ્ય)

2 રામસિંહ ગોવિદ ચુડાસમા (મોટી ધાણેજ)

3 જાદવ રામાભાઈ પીઠીયા (મોટી ધાણેજ)

(આ ત્રણ ના પાંચ દિવસના રિમાન્ડ મેળવેલ)

અન્ય 19 ની ધરપકડ કરી છે તેના નામ અને હોદા

 1. કાળા મેસુર જેઠવા (મોટી ધાણેજ મંડળી પર પ્રમુખ)
 2. સોનિંગભાઈ બચુભાઇ જુજીયા (મંડળી ઉપપ્રમુખ)
 3. કૌશિક ખીમાભાઈ જેઠવા (મંડળી મંત્રી)
 4. મુળું આલાભાઈ જુજીયા (મંડળી સભ્ય)
 5. હમીર બાબાભાઈ હીરાભાઈ જેઠવા (મંડળી સભ્ય)
 6. રામા અમારા જેઠવા (મંડળી સભ્ય)
 7. ખુમાણ રામભાઈ જેઠવા (મંડળી સભ્ય)
 8. સોનિંગ ઉર્ફે બચ્ચું ખીમાણ જેઠવા (મંડળી સભ્ય)
 9. આલિંગ બચુભાઇ જેઠવા (મંડળી સભ્ય)
 10. વીરેન્દ્ર બટુક કાનાબાર (મંડળી નું ટેબલ કામ સંભાળે છે)
 11. મોઇન કાળું મલેક (મંડળી મા વ્યવસ્થા સંભાળનાર)
 12. વિક્રમ દેવા લાખાણી (મંડળી ના વહીવટ સાથે જોડાયેલ)
 13. જીતુ બચુ (માળિયા)
 14. મગન નાનજી ઝાલાવડીયા (ગુજકોટ કમ્પની વેર હાઉસ મેનેજર)
 15.  વિનોદ રવજી ટીલવા (ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન હેઠળ ના મેનેજર)
 16.  જીજ્ઞેશ ત્રિભોવન ઉજટીયા (નાફેડના ફિલ્ડ ડિલિવરી જુનિયર કર્મચારી)
 17. રોહિત લક્ષ્મભાઈ બોડા (નાફેડ જુનિયર ફિલ્ડ પ્રતિનિધિ)
 18. કેયુર વિનસ ચૌહાણ (ગુજકોટ કંપની ના સરવૈયર)
 19. કાળા જુજીયા (સહકારી મંડળી ના સભ્ય)