મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: મોદી સરકારે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે જે થી હવે સરકારી અધિકારી બનવા માટે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા સિનિયર અધિકારી પણ સરકારનો હિસ્સો બની શકે છે. બહુપ્રતિક્ષિત લેટરલ એન્ટ્રીની ઔપચારિક અધિસૂચના સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. રવિવારે આ  જગ્યાઓ પર નિમણૂક માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) માટે વિસ્તૃત ગાઇડલાઇન સાથેની અધિસૂચના જાહેર કરવામાં આવી છે.

સરકાર હવે આ માટે સર્વિસ રુલમાં જરૂરી ફેરફાર પણ કરશે. નરેન્દ્ર મ્દોઈ બ્યુરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીના હિયામતી રહ્યા છે. ડીઓપીટી તરફથી જાહેર અધિસૂચના અનુસાર મંત્રાલયોના જોઇન્ટ સેક્રેટરીના પદ પર નિમણૂક થશે. તેમની ટર્મ ત્રણ વર્ષની રહેશે અને જો સારુ પ્રદર્શન રહ્યુ તો પાંચ વર્ષ સુધી તેમની નિમણૂક કરી શકાશે. આ પદ માટે અરજીદાતાની ઉંમર નક્કી કરવામાં નથી આવી, જો કે ઓછામાં ઓછી 40 વર્ષની ઉંમર હોય તેવા વ્યક્તિ જ ઉમેદવારી કરી શકશે. તેમની સેલેરી કેન્દ્ર સરકાર અંતર્ગત જોઇન્ટ સેક્રેટરીની સમાન હશે. આ સાથે સુવિધાઓ પણ મળશે. નિમણૂક પામનાર વ્યક્તિએ સર્વિસ રુલ પ્રમાણે જ કામ કરવાનુ રહેશે અને બીજી સુવિધાઓ પણ તે પ્રકારે જ આપવામાં આવશે. કોઈપણ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીનું પદ અગત્યનું હોય છે કારણ કે તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવામાં મહત્વનું યોગદાન હોય છે. આ પસંદગી માટે માત્ર ઇન્ટર્વ્યુ જ આપવાનું રહશે અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનનારી કમિટિ ઉમેદવારનું ઇન્ટર્વ્યુ લેશે.

આ પદ માટે ગ્રેજ્યુએટ અને કોઈ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટ, યુનિવર્સિટી સહિત કોઈપણ પ્રાઇવેટ કંપનીમાં 15 વર્ષનો કામ કરવાનો અનુભવ ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઇ 2018 રખાઇ છે.

પસંદગી પામનાર વ્યક્તિને ફાયનાન્સ સર્વિસ, ઇકોનોમિક અફેર્સ, એગ્રીકલ્ચર, રોડ ટ્રાન્સપોર્ટ, શિપિંગ, પર્યાવરણ, રિન્યુએબલ એનર્જી, સિવિલ એવિયેશન અને કોમર્સ મંત્રાલયોમાં નિયુક્ત કરી નિપુણતા અનુસાર પોસ્ટિંગ કરવામાં આવશે.