મેરાન્યૂઝ નેટવર્ક.દિલ્હી: CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન )ના ડિરેક્ટર અલોક વર્માએ આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના મધ્યરાત્રિ આદેશે તેમને ફરજ પરથી છૂટા કરવા અને તેમની સામે લગાડવામાં આવેલા લાંચના આક્ષેપના પગલે તેમને રજા પર મોકલી દેવામાં આવતા તેમણે આ આરોપ સામે કોર્ટમાં મેટર દાખલ કરી હતી જેમાં તેમની ફરજનો નક્કી કરેલો બે વર્ષનો નિયત સમયગાળો હોય છે અને જે બદલી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીને 5 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

આલોક વર્માને તેમના ડેપ્યૂટી,  CBIના સ્પેશિયલ  ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે ઉભા થયેલા વિવાદ બાદ રજા પર મોકલી દેવામાં આવ્યા હતા જેનું કારણ કે તેમની સામે  રાકેશ અસ્થાનાએ માંસની નિકાસ કરતાં વેપારી  મોઈન કુરેશીના કેસમાં લાંચ  લેવાનો આરોપ મુક્યો હતો.

આલોક વર્મા તરફથી કોર્ટમાં હાજર તેમના  વકીલ ફાલી એસ નરીમને ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ કે કૌલ અને કે એમ જોસેફની    બેંચને જણાવ્યું હતું કે આલોક વર્માને તારીખ 1લી  ફેબ્રુઆરી, 2017 ના રોજ નિમણૂંક આપવામાં આવી હતી અને  કાયદા પ્રમાણે આ નિમણુંકનો સમય ગાળો બે વર્ષનો રહે છે અને આ અધિકારીને બદલી પણ શકાતા નથી. નરિમનને ઉમેર્યું હતું કે CVC (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન)એ  તેમને રજા પર મોકલવાની ભલામણ કરી એ પણ કોઈ બેઝ વગરની છે જેનો કોઈ આધાર નથી.  વકીલે  વધુમાં કહ્યું કે, વિનીત નારાયણના ચુકાદાનો કડક અર્થઘટન થવું જૌઇએ અને આમાં આલોક વર્માની  વર્માને સત્તા અને ફરજો પરથી અલગ કરવામાં આવ્યા છે, તો પછી સર્વોચ્ય અદાલતે આપેલા વિનીત નારાયણના ચુકાદા અને કાયદાનો કોઈ ઉપયોગ થયો જ નથી.

આ કેસ મુદ્દે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટ સમક્ષ કહ્યું કે, કેંદ્રને CBI ચીફની નિમણુંક કરવાની સત્તા છે અને પસંદગી સમિતિ અને નિમણુંક સત્તા મંડળ અંને અલગ છે જેમાં કેંદ્ર એ સત્તામંડળ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામમાંથી પસંદગી કરે છે.

વેણુગોપાલના સબમિશનમાં ચીએફ જસ્ટીસ ગોગોઈએ પૂછ્યું હતું  કે, "જો વહીવટી અને દેખરેખ શક્તિ કેન્દ્ર સરકારની  હોય, તો સેન્ટ્રલ વિજીલન્સ કમીશન CBIના ડાયરેક્ટર સામે આદેશ કેવી રીતે પસાર કર્યો જેમાં  વેણુગોપાલે કહ્યું હતું કે, વર્મા વિરુદ્ધ કરેલી કાર્યવાહી સ્થાનાંતરિત કરી શકાય એમ નથી, આ મુદ્દે આક્ષેપોનું વિભાજન કેન્દ્ર સરકારની સત્તામાં આવે છે.