મેરાન્યૂઝ નેટવર્ક. ગોંડલ : દેરડીકુંભાજી ગામે રહેતા અને મજુરીકામ કરી ઘર ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારના અણસમજ ધરાવતા સગીર બાળકને ગામમાં જ રહેતો ભરત ઉર્ફે ડઘુ કાળુભાઇ બાબરીયા તેમજ બે અજાણ્યા શખ્શો મોટરસાયકલ ઉપર અપહરણ કરી ગયો હતો અને ભરતના ઘરે લઈ જઈ પલંગ સાથે બાંધી લોખંડનો સળિયો બતાવી ધમકાવ્યો હતો.
બાદમાં ભરતે સગીર બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઇ.પી.સી. કલમ 363, 365, 377, 114, પોક્સો 2012 કલમ 4/5(k) અને એસ્ટ્રોસીટી તેમજ જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાના બાળકો, સગીર બાળકો સાથે દુષ્કર્મના કેસો વધ્યા છે ત્યારે બાળકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા આવા આરોપીઓ સામે આકરા પગલાંઓ લેવાય તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.