મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ નવા વર્ષ પહેલા પશુના ડોક્ટરે કૌટુંબિક સાળાને રૂ.26,50,000 હાથ ઉછીના આપ્યા હતા જેના બદલામાં આરોપી સબંધી એ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર રકમ ચુકતેનો બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હતો.

ગોંડલના પશુના તબીબ દ્વારા નવ વર્ષ પહેલા કૌટુંબિક સાળાને રૂપિયા 26,50,000 હજાર હાથ ઉછીના આપવામાં આવ્યા હતા. જેના બદલામાં સાળા દ્વારા બોગસ દસ્તાવેજ ઉભા કરાતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને સાત વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં પશુ તબીબ તરીકે કામ કરતા ભાવેશ ભાઈ લલિતચંદ્ર જગડા દ્વારા નવ વર્ષ પહેલા તેમના કૌટુંબિક શાળા મૂળ સાણથલી ના અને ગોંડલ કેસરી ફાઇનાન્સમાં બેસતા હોય તેવા ભાવેશ હસુભાઈ ધકાણને રૂપિયા 2650000 હાથ ઉછીના આપવામાં આવ્યા હતા. જે રકમ ચૂકવવી પડે નહીં તે માટે ભાવેશ ધકાણ દ્વારા રૂપિયા 50 ના સ્ટેમ્પ પેપર ઉપર તે રકમ પરત મળ્યાની પહોંચનો બોગસ દસ્તાવેજ ઉભો કરાતા સમગ્ર મામલો પોલીસ મથક થઈ અદાલતમાં પહોંચ્યો હતો.

આ કેસ અત્રેની એડિશનલ ચીફ જુડી. ના ન્યાયમૂર્તિ પી એન રાવલ સમક્ષ ચાલતા અદાલતે આરોપીને કસુરવાર ગણી સાત વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.