મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત સહિત દુનિયાભરમાં પોતાના વ્યવસાયાની કુનેહ માટે જાણીતા પાટીદારોનું આગામી 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર બિઝનેસમેન અને આંતરપ્રિન્યોર ઉમટશે.

આ ત્રણ દિવસ દરમિયાન શિવ ખેરા, સિમરજીત સિંઘ, ઉજ્જવલ પટણી, ચેતન ભગત તથા ઉદ્યોગસાહસિકોના વક્તવ્ય યોજાશે. બિઝનેશ સેમિનારમાં ટેક્સ પ્લાનિંગ, ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઇન માર્કેટિંગ અને બેંકિંગ વિશે ચર્ચા થશે. પરસ્પર એમઓયુની સવલત પણ અપાશે. ઉદ્યોગસાહસિકોને વિવિધ કેટેગરીમાં પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ અપાશે.

500થી વધુ વિવિધ વેપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન યોજાશે. જેમાં 50 હજારથી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન થશે. જેમાં આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટ્સ અંગે જાણકારી અપાશે.  આ સિવાય 100થી વધુ અગ્રણી કંપનીઓ દ્વારા કુશળ યુવાનો માટે રોજગારીની તક પુરી પાડતો જોબફેર યોજાશે.