મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ:  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રવિવારે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોમા હાજરી આપી હતી. આ દરમિયાન આજે સાંજે મામલતદાર ઓફિસના ખાત મૂહુર્તના કાર્યક્રમ દરમિયાન એક બાળકી મુખ્યમંત્રી રૂપાણીને ચાંદલો કરી જેવી પાછી ફરી કે તેના વાળમાં આગ લાગી હતી અને સળગવા લાગ્યા હતાં. આ બાબતે મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલ પોલીસના જવાનનું ધ્યાન ગયુ અને તેણે તરત જ વાળમાં લાગેલ આગને પોતાના હાથથી ઓલવી નાંખી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે રાજકોટ ખાતે અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસના ખાત મુહૂર્ત સમયે સીએમને ચાંદલો કરવા આવેલ બાળાના વાળ સળગ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે રૂપાણીને બાળકી ચાંદલો કરી રહી હતી ત્યારે બાળકીની પાછળ ઉભેલી એક યુવતીના હાથમાં રહેલ દીવાની થાળીને બાળકીના વાળ અડકી ગયા હતાં. બાળકી જેવી રૂપાણીને તિલક કરી પાછી વળીને વાળમાં આગ લાગી હતી અને આ ઘટના તરફ મુખ્યમંત્રીના સુરક્ષા જવાનનું ધ્યાન જતા તેણે તરત જ પોતાના હાથથી બાળકીના વાળમાં લાગેલ આગ બુઝાવી દીધી હતી. જેથી બાળકી સાથે મોટી દુર્ઘટના થતી ટળી હતી. આ સમગ્ર ઘટના મીડિયાના કેમેરાના કેદ થઇ હતી અને મુખ્યમંત્રીની હાજરીમાં મોટી ઘટના ટળી હતી.  સમગ્ર ઘટનાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.