મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા વગર તિથિ વાળા એક પત્રની હરાજી થઈ ગઈ છે. મહાત્મા ગાંધીનો આ પત્ર 6358 ડોલર એટલે કે અંદાજીત 4.5 લાખ રૂપિયામાં વેચાયો હતો. ગાંધીજીએ આ પત્રમાં ચરખાના મહત્વ પર દબાણ આપ્યું છે. જાણકારી અમેરાકાના આરઆર ઓક્શને આપી છે. ઓક્શન હાઉસે એક નિવેદનમાં કહ્યું કે પત્ર ગુજરાતી ભાષામાં લખાયેલો છે અને આ યશવંત પ્રસાદ નામના વ્યક્તિને સંબોધિત છે.

ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે, ‘અમને વર્ષોથી આશા હતી તે જ થયું છે. યદયપિ આપ જે કહો છો તે જ સાચું છે, બધું ખભા પર નિર્ભ કરે છે.’ ચરખા અંગે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ અસાધારણ રીતે મહત્વ પૂર્ણ છે કારણ કે તેમણે તેને આર્થિક આઝાદીના પ્રતિક તરીકે વર્ણવ્યો હતો.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને તેના માટે પ્રોત્સાહિત કર્યા હતા કે તે સ્વતંત્રતા માટે ભારતીય આંદોલના સમર્થનમાં પ્રતિદિવસ ખાદીની કાંપણીમાં વિતાવે. તેમણે તમામ ભારતીયોએ સ્વદેશી આંદોલનો અંતર્ગત બ્રિટન નિર્મિત કપડાને કારણે ખાદી પહેરાવાને પ્રોત્સાહિત કર્યું હતું.