મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  રૂપિયા એક લાખની માંગણી કરતાં કચ્છ પોલીસના PSI અને એક કોન્સ્ટેબલ સામે લાંચ અને રુશવત વિરોધી વિભાગે રૂપિયા એક લાખની લાંચ માંગવાનો  ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં ACB પોલીસ સ્ટેશન ભુજ, કચ્છ(પશ્ચિમ)ના ઈન્ચાર્જ  પોલીસ ઇન્સ્પેકટર એમ ડી ઝાલા  ફરીયાદી દાખલ કરી છે.   

આ ગુનામાં  કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર ધીરજભાઇ નાનજીભાઇ પટેલ (૩૬) અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ  હિતેન્દ્ર લાભશંકર જોષી (૪૬) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ એવો જેમાં સાહેદના પત્ની વિરૂધ્ધ દાખલ થયેલ એમ.કેસની તપાસ કામે રીમાન્ડ મેળવવાની કાર્યવાહી નહી કરવા તથા વારંવાર પોલીસ સ્ટેશન બોલાવી હેરાન પરેશાન નહી કરવાની અવેજીમાં આ કામના આરોપી PSIએ લાંચની માંગણી કરી આરોપી કોન્સ્ટેબલે  PSIના કહેવાથી લાંચ સંબંધિત વાતચીત કરી હતી. જે બન્નેના મેળાપીપણાથી લાંચ લેવા માટે વાયદા મુજબ સ્વીકારવાની સંમતિ દર્શાવી, રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કર્યો અને પોતાની જાતને જાહેરસેવક હોવા છતા, ભ્રષ્ટાચારી પ્રવૃતિમાં સામેલ કરી ડિમાન્ડનો ગુનો કર્યો જે આજે દાખલ કરવામાં આવેલ છે. 

આ ગુનાની તપાસ  પી.વી.પરગડુ પોલીસ ઇન્સ્પેકટર, કચ્છ (પુર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગાંધીધામ કરે છે અને આ ગુનો કે.જે પટેલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક, બોર્ડર એકમ ભુજ-કચ્છના  સુપર વિઝન હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.