મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનો યોગ ટીચર બનીને વિદેશીઓને ઠગી લેતો મોટો કેસ સામે આવ્યો છે. આરોપી પોતાને સોશ્યલ મીડિયા સહિત તમામ સ્થાને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનો યોગ ટીચર કહેતો હતો.

આરોપીએ રુસી મહિલા ટીચર સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી. રુસી મહિલાએ ફેસબુક પર તેની ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી નોર્થ એવેન્યૂ પોલીસ મથક સુધી પણ તેની ફરિયાદ કરી હતી.

નવી દિલ્હી ખાતે જિલ્લાના સાઉથ એવેન્યૂ પોલીસ મથકે આરોપી યોગ ટીચરને રવિવારે ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ ઉત્તરાખંડમાં યોગનો મોટો આશ્રમ બનાવી રાખ્યો હતો. નવી દિલ્હી જિલ્લા પોલીસ અધિકારી માને છે કે તેનાથી વિદેશમાં દેશની છબી ખરાબ થઈ રહી હતી.

રાષ્ટ્રપતિના ઓએસડી (કમ્યૂનિકેશન) અંકિત જૈને 13 ડિસેમ્બરે સાઉથ એવન્યૂ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. તેમાં કહ્યું કે અભિષેક (30) નામનો યુવક પોતાને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનો યોગ ટીચર હોવાનું કહેતો હતો. અભિષેક પિથેલોખર, ઉત્તરાખંડનો રહેવાસી છે. પોતાના ફેસબુક પર રામનાથ કોવિંદ અને નરેન્દ્ર મોદીના સાથે ફોટો લગાવી રાખ્યો છે.

તે તપોવન, ઋષિકેશ ઉત્તરાખંડમાં ઋષિધામ ડિવિંડ યોગા એન્ડ મેડિટેશન નામથી આશ્રમ ચલાવે છે અને વિદેશીઓને યોગા શિખવે છે. તે ફેસબુદ દ્વારા રશિયાની યોગા ટીચર તતિયાના મોરેલના સંપર્કમાં આવ્યો હતો.

તાતિયાના મોરે થાઈલેન્ડમાં યોગા ટીચર છે. અભિષેકે ખુદને ભારતના રાષ્ટ્રપતિ અને અન્ય વીઆઈપીનો યોગા ટીચર હોવાનું કહ્યું અને તેમને ભારત આવવાનું કહ્યું. યોગ કક્ષાઓને કારણે તે એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.

ફરિયાદમાં કહ્યું છે કે, આરોપી અભિષેકે આશ્રમમાં ઈનવેસ્ટ કરવાના નામ પર તતિયાના પાસેથી પાંચ લાઠ રૂપિયા લઈ લીધા હતા. તતિયાનાએ તેની ફરિયાદ ફેસબુક પર કરી. રાષ્ટ્રપતિ ભવન તરફથી ફેસબુકને ફરિદાનને લઈને સાથે એવેન્યૂ પોલીસ મથકમાં પણ કરી.

બનાવટી કેસ ફાઈલ કરીને સાઉથ એવેન્યૂ પોલીસ મથકના પીઆઈ વિજયપાલ દહિયાની દેખરેખમાં એસઆઈ નવીન દહિયાની ટીમે તપાસ શરૂ કરી. તેમની ટીમે આરોપી અભિષેકને રવિવારે ઉત્તરાખંડ સ્થિત તેમના આશ્રમથી ઝડપી પાડ્યો હતો.

આરોપીએ આશ્રમથી ભાગવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેણે પોતાના માથાથી લાંબા વાળ પણ કપાવી નાખ્યા હતા. પોલીસે આરોપીનો આઈફોન અને લેપ્ટોપ પણ જપ્ત કરી લીધું છે.