મેરાન્યૂઝ નેટવર્ક, બ્રેન, સ્વિટ્ઝરલેન્ડ: સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાનું 80 વર્ષની વયે આજે નિધન થયુ છે. અન્ના થોડા દિવસથી બીમાર હતા અને આજે શનિવારે તેમણે સ્વિટઝરલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. અન્નાના નિધનને માહિતી તેમના સત્તાવાર ટિવર હેંડલ પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે, ખૂબ જ દુખ સાથે અન્નાન પરિવાર અને અન્નાન ફાઉન્ડેશન જણાવી રહ્યુ છે કે કોફી અન્નાન, યુએનના ભૂતપૂર્વ મહાસચિવ અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. શનિવાર 18 ઓગસ્ટના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. કોફી અન્નાન તેમના અંતિમ ક્ષણોમાં પત્ની નાને તથા સંતાનો સાથે હતા. અન્નાને વર્ષ 2001માં તેમના માનવીય કાર્યો માટે નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્નાન 1997થી ડિસેમ્બર 2006 સુધી સંયુક્ત રાષ્ટ્રના સાતમા મહાસચિવ તરીકે રહ્યા. તેઓ યુએનના મહાસચિવ બનાર પ્રથમ આક્રિકન હતા. તેઓનો જન્મ 8 એપ્રિલ 1938ના રોજ ઘાનામાં થયો હતો.