મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીને સોમવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં દાખલ કરાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વાજપેયીને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. તે એઈમ્સના નિર્દેશક તબીબ રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. પૂર્વ વડાપ્રધાનને તબીબોની સલાહ પર એઈમ્સમાં દાખલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી ઘણા સમયથી બીમાર છે. ભાજપના સંસ્થાપકોમાં શામેલ બાજપેયી 3 વખત દેશના પ્રધાનમંત્રી રહ્યા. તે પહેલા એવા બીન-કોંગ્રેસી પ્રધાનમંત્રી છે જેમણે પોતાનો કાર્યકાળ પુરો કર્યો હોય. તેમને એક વરિષ્ઠ નેતા તરીકે મોટા ભાગના ભારતિય નેતાઓ માન સન્માનની નજરે જુએ છે. તેમણે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પણ એનાયત કરવામાં આવ્યો હતો.