મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હિમાંશુ રોયએ આપઘાત કરી લીધો છે. ખુબ જ કડક ઓફિસરની છબી ધરાવતા રોય લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડાતા હતા. રિપોર્ટ્સ મુજબ શુક્રવારે સવારે જ તેમણે પોતાની જ સર્વિસ રિવૉલ્વરથી પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આઈપીએલની સટ્ટાબાજીથી માંડી દાઉદની સંપત્તિને જપ્ત કરવાના અભિયાનમાં તેમની પ્રમુખ ભૂમિકા હતી.

આ કેસમાં હજુ સુધી પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ છે. તેમના નજીકના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બિમારીને પગલે સતત ડિપ્રેશનમાં તેઓ રહેતા હતા. તે પોતાની ફિટનેશ પર ખાસ ધ્યાન આપતા હતા. એક કડક ઓફિસરની છબી ધરાવતા રોય આ રીતે આપઘાત કરી લેશે તેની કોઈને કલ્પના પણ ન હતી તેથી તેમના આપઘાતની માહિતી મળતાં જ સહુ કોઈ ચોંકી ઉઠ્યા હતા.