મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: સૌરાષ્ટ્ર અને ગુજરાત પંથકમાં સ્વામીનારાયણ મંદિરનો મહિમા અને તેનું મહત્વ સૌ કોઈ જાણે છે પરંતુ માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાયનો આવો જ પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેનું તાજું ઉદાહરણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું છે. જ્યાં એક વિદેશી નાગરિકે સ્વામીનારાયણ કથા પારાયણ માટે ૨૦ એકર જમીન કોઈ પણ જાતના ભાડા વિના આપવાની સહમતી દર્શાવી છે.

BAPS સ્વામીનારાયણ મંદિરમા મહંત સ્વામી ચાલુ માસે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જવાના હોય અને ઓસ્ટ્રેલીયામાં તેમના રોકાણ દરમિયાન ઓસ્ટ્રેલીયાના સ્વામીનારાયણ મંદિરમાં મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કથા પારાયણનું આયોજન કરવાનો વિચાર કરેલ હોય જે મહોત્સવ માટે મંદિરની જગ્યા પુરતી ના હોવાથી સ્વામીનારાયણ મંદિરના સેવકોએ ઓસ્ટ્રેલીયાના ગેરી મેકમિલન નામના વેપારીનો સંપર્ક કર્યો હતો. ઓસ્ટ્રેલીયાના આ વેપારી સ્વામીનારાયણ મંદિર મીલપાર્ક (મેલબોર્ન-ઓસ્ટ્રેલીયા) ની બાજુમાં કારનો શો રૂમ ધરાવે છે અને શો રૂમ નજીકમાં તેમની ૨૦ એકર ખુલ્લી જમીન હોવાથી આ સ્થળ પર મહોત્સવનું આયોજન થઇ સકે તેમ હતો.  જેથી સેવકોએ આ જમીન ત્રણ માસ માટે આપવા વિનંતી કરી હતી ત્યારે ઓસ્ટ્રેલીયન વેપારી ગેરી મેકમિલનએ આખો પ્લાન જાણ્યો હતો અને સંસ્થાના વર્લ્ડ વાઈડ ચાલતા પ્રોજેક્ટ, સેવાકાર્યો અને ભારતીય કલ્ચર વિદેશમાં ભારતીય કલ્ચર કેવી રીતે જળવાઈ રહે તેની વિવિધ પ્રવૃત્તિઓ , સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખ સ્વામી વિષે પણ તેણે રીસર્ચ કર્યું અને ફક્ત ૧૦ મિનિટ માં ગેરી મેકમિલનએ પોતાની ૨૦ એકર જમીન BAPS  સંસ્થાને સ્વામિનારાયણ નગર બનાવવા માટે ૩ મહિના માટે “ફ્રી” મા આપવા સહમતી દર્શાવી હતી અને એક ડોલર પણ ભાડા પેટે નહિ લે અને ઉપર થી શોરૂમ માંથી ૧૦ કાર બધા સંતોની સેવા મા ફ્રી આપશે તેમ પણ જણાવ્યું હતું. આમ દેશની સાથે વિદેશમાં પણ સ્વામીનારાયણ મંદિરનો પ્રભાવ વધી રહ્યો છે તેનું આં ઉદાહરણ કહી સકાય.