મેરાન્યૂઝ નેટવર્ક. મોરબીઃ લોકોમાં દેશ ભાવના જાગ્રત થાય, લોકોમાં સંપ અને એકતા વધે તેમજ ભારતની અસ્મિતાનું ગૌરવ નવી પેઢી લઈ શકે તે હેતુથી મોરબીમાં ૨૫૫૦ ફૂટ લાંબા ત્રિરંગા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના લોકોમાં તેમજ નવી પેઢીમાં દેશ દાઝ જગાવવાના હેતુથી અનેરો કાર્યક્રમ કર્યો હતો. મોરબીના યંગ ઇન્ડીયા ગ્રુપ તથા નવયુગ વિદ્યાલય દ્વારા ૨૫૫૦ ફૂટ લાંબા ત્રિરંગો બનાવવામાં આવ્યો હતો અને શહેરના બાળકો, નાગરિકો સહિતના ૧૧૦૦થી વધુ લોકોએ ફ્લેગ માર્ચ ઉચકીને ફ્લેગ માર્ચ કરી હતી. ૯૦૦ મીટરથી કાપડમાંથી આ ત્રિરંગો બનાવ્યો હતો આ ફલેગમાર્ચનું નિવૃત આર્મી મેન અને સ્વતંત્રતા સેનાનીઓના હસ્તે કરાવ્યું હતું. ત્રિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તાર અને મુખ્ય માર્ગોમાં ફરી હતી તો રસ્તામાં શહેરીજનો, સામજિક સંસ્થાઓ અને વેપારીઓએ પુષ્પવર્ષા કરી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે ત્રિરંગો દેશની અસ્મિતા અને ગૌરવનું પ્રતિક છે. આ અસ્મિતા ઉતરોત્તર વધે તે દેશ માટે જરૂરી છે. ૧૫ મી ઓગસ્ટના દિવસે વધુમાં વધુ લોકો જોડાય તે માટે ૧૪ ઓગસ્ટના દિવસે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. ઉલેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા કઇક નવું કરીને દેશ પ્રેમ અંગે જાગૃતિ લાવતું રહે છે કોઈ પણ ફંડ વિના ચાલતા આ ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં દરેક સોમવારે શિવલિંગ પર પ્રતિક રૂપે દુગ્ધાભિષેક કરી બાકી ઝૂપડ પટ્ટીના ગરીબ બાળકોને દૂધ પાક–પુરીનું ભોજન કરાવે છે.