મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમ્: કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને મંગળવારે ત્રિવેંદ્રમ મુખ્યલયે દેશના પ્રથમ હ્યૂમનોઈડ રોબોટ કોપ-કેપી બોટનું ઉદ્ઘાટન કર્યું છે. કેપી બોટ પોલીસ હેડક્વાર્ટરના ફ્રંટ ઓફિસની બહાર ડ્યૂટી કરશે. તેને સબ ઈન્સપેક્ટર (પીએસઆઈ)ની રેન્ક પર રાખવામાં આવ્યો છે. આ ભારતનો પહેલો હ્યૂમનોઈડ અને દુનિયાનો ચોથો રોબોટ છે. તેનું મુખ્ય કામ ડેટા કલેક્ટ કરવાનું અને પર્ફોમન્સ સારું કરવાનું હશે.

એક પોલીસકર્મીનું હ્યૂમનોઈડ વર્ઝન એ રોબોટ કોઈ પોલીસકર્મીની જગ્યા નહીં લે. આ હેડક્વાર્ટરમાં આવનારા લોકોનું સ્વાગત કરશે અને તેમની જરૂરિયાત મુજબ તેમને અલગ અલગ જગ્યાઓનો રસ્તો બતાવશે.

તેને ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે વાપરવામાં આવશે. તેનાથી ડેટા કલેક્ટ કરવામાં આવશે જેથી ઓવરઓલ ક્વોલિટી અને પર્ફોમન્સ સારુ બની શકે. સીએમએ રોબોટના ઉદ્ઘાટન બાદ કહ્યું કે, ટેક્નોલોજી શામેલ કરવામાં ભારતીય રાજ્યોનું નેતૃત્વ કરી રહેલી કેરળ પોલીસ હ્યૂમનોઈડ રોબોટને લાવીને ઈતિહાસ બનાવશે.