મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા બિટકોઇન બ્રોકર ભરત પટેલને ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેમના ભાઈ મોન્ટુ સવાણીના ત્રાસને કારણે ભરત પટેલે આત્મહત્યા કરી લીધી હતી, આત્મહત્યા કરતા પહેલા ભરત પટેલે એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ચિરાગ પટેલ અને મોન્ટુના નામનો ઉલ્લેખ હતો, રાણીપ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ બાદ ભરત પટેલની આત્મહત્યા માટે ચિરાગ સવાણી અને મોન્ટુ સવાણી સામે આત્મહત્યા દુષપ્રરેણનો ગુનો નોંધ્યો છે.

રાણીપ પોલીસે ભરત પટેલના પત્ની ઉષા પટેલની નોંધેલી ફરિયાદ પ્રમાણે ભરત પટેલ બિટકોઇનના બ્રોકર હોવાને કારણે એક મિત્રના માધ્યમથી ભરત  પટેલ ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેમના ભાઈ મોન્ટુના સંપર્કમાં આવ્યા હતા, સવાણી બંધુઓ ભરત પટેલને ત્યાં પાંચ બીટકોઈનું રોકાણ કર્યુ હતું, પરંતુ બિટકોઇનના ભાવ નીચે જતાં સવાણી બંધુને નુકશાન ગયુ હતું આથી ચિરાગ અને મોન્ટુ ભરત પટેલના ઘરે આવી તથાં ફોન ઉપર ભરત પટેલને ધમકી આપી 11 બિટકોઇનની માગણી કરી હતા. જો કે ભરત પટેલ તેના માટે સમર્થ ન્હોતા.

આમ છતાં ચિરાગ અને મોન્ટુ સવાણી ધમકી આપી રહ્યા હતા, આ પરિસ્થિતિ કંટાળી ભરત પટેલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, રાણીપે પોલીસે ભરત પટેલની છેલ્લી ચીઠ્ઠી અને ઉષા પટેલની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે.