મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લાંબા સમયથી અટવાયેલી સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતીને હવે કેટલાક ફેરફારો બાદ 25મીએ રૂપેરી પડદે રિલીઝ થશે. આ ફિલ્મનો ઘણો ઉગ્ર વિરોધ થયો હતો જેના કારણે તે 1 ડિસેમ્બરે રિલીઝ થઈ શકી ન હતી. ફિલ્મમાં મોટા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે. જોકે કરણી સેનાના અધ્યક્ષનું કહેવું છે કે ફિલ્મ બતાવનાર સિનેમાઘરોમાં તોડફોડ કરવામાં આવશે.

ફિલ્મ પદ્માવતીનું નામ બદલી નાખવામાં આવ્યું છે અને તેનું નામ પદ્માવત કરી દેવાયું છે. ફિલ્મના વિવાદિત ગીત ઘુમરમાં પણ સુધારા કરાયા છે. ફિલ્મમાં સતીપ્રથા સાથે કોઈ સંબંધ નહીં દર્શાવાય, ફિલ્મ કલ્પનાને આધારે જ રિલીઝ કરવામાં આવશે. ઐતિહાસિક સ્થળો પર થયેલા શૂટિંગ પ્લેસીસને બદલવામાં આવ્યા છે. ફિલ્મને યુ/એ સર્ટીફીકેટ સાથે રિલીઝ કરાશે.

આ પાંચ મહત્વના બદલાવ સાથે આ ફિલ્મ આગામી 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મી રિલીઝ ડેટની જાહેરાતથી જ ફિલ્મના રસીકોમાં આનંદની લહેર જોવા મળી છે. રાજસ્થાનમાં કરણી સેના, ભાજપના નેતાઓ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. કરણી સેનાના કહેવા મુજબ, ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી લાગણી દુઃભાઈ ચે તેથી ફિલ્મ રજુ થાય તે પહેલા જ રાજપૂત પ્રતિનીધિઓને બતાવવી જોઈએ. ફિલ્મ બતાવનાર સિનેમાઘરોમાં તોડફોડ કરવામાં આવશે. અમે હજુ પણ અમારા સ્ટેડ પર અડગ છીએ. લોકોની નારાજગીનો લાભ ઉઠાવીને લોકો તેમને ટીઆરપી વધારવા મફતની લોકપ્રિયતા લે છે. નફાખોરીની આદત પર રોક લાગવી જોઈએ.